દિલ્હી જતી આર્મીના જવાનોની સાયકલ યાત્રાનું મોરબીમાં ઉમળકાભેર સ્વાગત

- text


પટેલ સમાજ વાડી ખાતે એસપી સહિતના અધિકારીઓ સાયકલ યાત્રાનું સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી

મોરબી : મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતી નિમિતે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી દિલ્હી જવા નીકળેલી આર્મીના જવાનોની સાયકલ યાત્રા ટંકારાથી મોરબી આવી પહોંચી હતી અને પટેલ સમાજ વાળી ખાતે આર્મીના જવાનોની સાયકલ યાત્રાનું એસપી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉમળકાભેર સ્વાગત કરીને તેમની સાયકલ યાત્રા ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ આપી હતી.

દેશની સુરક્ષાની કમાન સાંભળતા બી.એસ.એફ અને પેરા મિલેટરી ફોર્સ સહિત આર્મીની જુદી જુદી ફોર્સના 500થી વધુ જવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયતિ વર્ષ નિમિતે તેમના સત્ય, અહિંસા અને નશાબંધીના વિચારો દેશવાસીઓ આત્મસાત કરીને આચરણ કરે તેવા શુભ ઉદેશ્ય સાથે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી દિલ્હી સુધી સાયકલ યાત્રા કાઢવામાં આવી છે. આ આર્મીના જવાનોની સાયકલ યાત્રા આજે સવારે ટંકારા બાદ અને મોરબી આવી પહોંચી હતી. ત્યારે શનાળા પટેલ સમાજ વાડી ખાતે એસપી કરનરાજ વધેલા, ડીવાયએસપી બન્નો જોશી, ડી.જી.ચૌધરી, એસડીએમ ખાચર, એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી, પીએસઆઇ બી.વી.ઝાલા સહિતના અધિકારીઓએ આર્મીના જવાનોની સાયકલ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેમની સાયકલ યાત્રાનો ઉદેશ્ય ફળીભૂત થાય તેવી શુભેચ્છાઓ આપી હતી.

- text

આર્મીના કમાન્ડરએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના વિચારો દેશભરના લોકો આત્મસાત કરીને આચરણ કરે તેવો એ સાયકલ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સાયકલ યાત્રામાં, બીએસએફ, સીઆરપીએફ સહિતના આર્મીના 500 જવાનો જોડાયા છે. પહેલા દિવસે સાયકલથી 125 કિમીનું અંતર કાપ્યું હતું એ પછી એવરેજ 70 કિમીની આસપાસ રહે છે. કુલ 1700 કિમીનું અંતર કાપી મહાત્મા ગાંધીજીની જન્મદિવસ 2જી ઓક્ટોબરે દિલ્હી સાયકલ યાત્રા પહોંચશે. જોકે જુસ્સો વધુ હોવાના કારણે વરસાદનું વિઘ્ન પણ નડતું નથી. આ યાત્રા હાલ મોરબી રાત્રી રોકાણ કરશે અને કાલ આગળ પોતાના નિર્ધારિત રૂટ ઉપર રવાના થશે.

- text