મોરબી પાલિકા ખાડે ગયાના આક્રોશ સાથે ભાજપે રેલી કાઢી પ્રમુખ-ચીફ ઓફિસરની ચેમ્બરને કરી તાળાબંધી

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અને શહેર પ્રમુખ લાખાભાઇના નેતૃત્વ હેઠળ ભાજપની રેલી પાલિકાએ પહોંચી : પાલિકાએ બંદોબસ્તમાં રહેલી પોલીસ સાથે ધક્કામુકી થયા બાદ ભાજપની ટીમ અંદર ઘૂસીને તાળાબંધી કરવામાં સફળ રહી : પોલીસ દ્વારા ભાજપના 25 કાર્યકરોની અટકાયત કરાઈ

મોરબી : મોરબી શહેરના તમામ પ્રાથમિક પ્રશ્ને કોંગ્રેસ શાસિત મોરબી પાલિકા નિષફળ ગઈ હોવાના આક્રોશ સાથે આજે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને શહેર પ્રમુખ લાખાભાઇ જારીયાના નેતૃત્વ હેઠળ ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને ભાજપની રેલી મોરબી પાલિકા કચેરીએ પહોંચ્યા બાદ ત્યાં બંદોબસ્તમાં રહેલી પોલીસ સાથે ધક્કામુકી થઈ હતી.પોલીસની ટીમ સાથે ધક્કામૂકી થયા બાદ ભાજપની ટીમ પાલિકા કચેરી અંદર ઘૂસવામાં સફળ થઈ હતી અને ભાજપની ટીમે પાલિકામાં અંદર જઈ પ્રમુખ તથા ચીફ ઓફિસરની ચેમ્બરને તાળાબંધી કરી પ્રજાના પ્રશ્ને નિષફળ રહેતા સમગ્ર તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. બાદમાં પોલીસે 25 જેટલા ભાજપના કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

- text

મોરબીમાં રોડ-રસ્તા,ગટર , રખડતા ઢોર સહિતના પ્રશ્નો ઉકેલવામાં ક્રોગેસ શાસિત મોરબી પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાના સુર સાથે આજે સોમવારે ભાજપ દ્વારા મોરચો માંડીને રેલી તથા પાલિકાને તાળાબંધી કરવાનુ એલાન આપવામાં આવ્યું હતું. જે મુજબ આજે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા નેજા હેઠળ ભાજપ દ્વારા શહેરીજનોને તમામ પ્રશ્ને કોંગ્રેસ શાસિત પાલિકાને ફરજનું ભાન કરાવવામાં માટે શહેરની સુપર ટોકીઝ પાસેથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં જયરાજસિંહ જાડેજા, દેવાભાઇ અવાડીયા, જે.પી.જેસવાણી, ભરત જારીયા, કે.એસ.અમૃતિયા, રીશીપ કૈલા, રુચિર કારિયા, ભાવેશ કંજારીયા, મેઘરાજસિંહ (શક્તિ મેડિકલ), પ્રભુભાઈ ભૂત, બિપિન પ્રજાપતિ, સહિતના ભાજપના હોદેદારો અને કાઉન્સિલરો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપની રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને મોરબી પાલિકા કચેરીએ પહોંચી હતી.

ભાજપ દ્વારા પાલિકાને તલાબંધીનું એલાન અપાયું હોવાથી એ ડિવિઝન પી.આઇ ચૌધરી સહિતનો મોટો પોલીસ કાફલો પાલિકા અંદર જવાના ગેઇટ પર જ ગોઠવાયો હતો. જોકે ભાજપની ટીમે તાળાબંધી માટે પાલિકા અંદર જવાની કોશિશ કરતા પોલીસ કાફલા સાથે ભારે ધક્કામૂકી થઈ હતી અને પોલીસનો મોટા કાફલો હોવા છતાં પણ બીજેપીની ટીમ પાલિકા કચેરી અંદર જવામાં સફળ રહી હતી અને ભાજપની ટીમે પાલિકા કચેરી આંદર જઈને પ્રમુખ તથા ચીફ ઓફિસરની ચેમ્બરને તલાબંધી કરી દીધી હતી. તેમજ પ્રજાના પ્રશ્ને નિષ્ફળ રહેતા પાલિકાના શાસક પક્ષ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે આ સમયે આજે સીટી મામલતદાર રૂપાપરા પણ હાજર રહ્યા હતા. જોકે તાળાબંધીના કાર્યક્રમ દરમિયાન પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર સાગર રાડિયા સહિતના પાલિકાનો સ્ટાફ હાજર હતો. જોકે તાળાબંધીનો કાર્યક્રમ પૂર્ણ થયાની સાથે તરત જ ચીફઓફીસરે તાળા ખોલી કચેરીની કામગીરી શરુ કરી દીધી હતી. જયારે તાળાબંધી કરવા બદલ મોરબી પોલીસે ભાજપના 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.



મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં ભાજપ દ્વારા પ્રાથમિક પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયેલી પાલિકાને તાળાબંધી કરવાનો કાર્યક્રમ..જુઓ લાઈવ : પાર્ટ 2

#MorbiUpdate


 

- text