ટંકારામાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્ષાબંધન અને સ્વતંત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

- text


ટંકારા : ટંકારા શહેર અને તાલુકામાં રક્ષાબંધન અને સ્વતંત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સરકારી તંત્ર ઉપરાંત તમામ શાળા અને કોલેજમાં થતા વિવિધ સંસ્થાઓ દ્વારા ઉમંગભેર રક્ષાબંધન અને સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. ત્યારે ટંકારામાં વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલી ઉજવણીનો વિશેષ અહેવાલ

ટંકારા તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી જબલપુર ગામે કરવામાં આવી

ટંકારા તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી જબલપુર ગામે કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી અનિલ કુમાર ગૌસ્વામીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કર્યું હતું. ત્યાર બાદ જબલપુરની નવનાત યુકે પ્રાઇમરી સ્કુલ ખાતે મહિલા ફોજદાર એલ.બી.બગડા સહીત સ્ટાફે પરેડ યોજી હતી. તેમજ શાળાના છાત્રોએ જુદા જુદા નાટકો અને દેશ ના આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર નરબંકાને યાદ કર્યા હતા. આ તકે મામલતદાર પંડયા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તણખલા, તાલુકા પંચાયતના મધુબેન અશોકભાઈ સંધાણી, ભુપત ગોધાણી સહિતના પદાધિકારીઓ ગામના સરપંચ કિશોરભાઈ, ભાજપના સંજય ભાગિયા, પ્રભુ કામરીયા, અમુભાઈ ફેફર સહિતના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા.


હડમતિયામાં સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામા આવી

ટંકારાના હડમતિયા ગામે 73માં સ્વતંત્રતા દિવસની રંગેચંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટયથી કરવામા આવ્યો. ત્યાર બાદ દેશની આન, બાન અને શાન ગણાતા ત્રિરંગાને સરપંચ દ્વારા સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દેશ માટે ફના થઈ ગયેલ શહિદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સ્વતંત્રતાપર્વની ઉજવણીમાં સ્કુલની બાળાઅોઅે સ્વાગત ગીત તેમજ દેશભક્તિ ગીતોનુ ગાન કર્યું હતું. ત્યાર બાદ વિધાર્થીઆેને પ્રોત્સાહિત કરવાના ભાગ રુપે ધોરણ ૧થી ૧૦મા ૧થી ૩ નંબરે અવ્વલ આવેલા વિદ્યાર્થીઓને દાતાઅો, સરપંચ તથા આગેવાનોના હસ્તે શિલ્ડ તેમજ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ, તલાટીકમ મંત્રી, તેમજ માધ્યમિકશાળાના પ્રમુખ, ટ્રસ્ટીઅો, સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ મંત્રી, ગ્રામ પંચાયતના સદસ્યોઅો, પ્રાથમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના વિધાર્થીઆે, આચાર્યઅો, અેસ.અેમ.સી, અધ્યક્ષઓ, શિક્ષકગણ, વાલીગણ, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text


લજાઈની દેવદયા માધ્યમિક શાળામાં 73માં રાષ્ટ્રીય પર્વની રંગેચંગે ઉજવણી થઈ

ટંકારા તાલુકાની શ્રી દેવદયા માધ્યમિક શાળા- લજાઈ માં 73માં સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લજાઈ ગામના સરપંચ , શાળાના પ્રમુખ, ગામના વડીલો, યુવાનો સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યાઓ હતો. ધોરણ 1થી 10ના અવવલ રહેલા તમામ બાળકોને શિલ્ડ આપ્યા હતા. તેમજ ગ્રામજનોએ તમામ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા , પેન આપી પ્રોત્સાહિત કર્યા હતા.


ટંકારા કોર્ટ પરિસરમાં 73માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી થઈ

ટંકારાના કોર્ટ પરિસરમાં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલ જજ બિ. જી. રાઠોડે ધ્વજવંદન કરાવ્યું હતું. ધ્વજવંદન દરમ્યાન કન્યા શાળા અને તાલુકા શાળાના ભુલકાઓએ દેશના નરબંકાઓને યાદ કરી એમની શૌર્યગાથાઓ વર્ણવી હતી. આ તકે બાર એશોએશિયનના પ્રમુખ મુકેશ બારૈયા, અમિત જાની, પરેશ ઉજરીયા, રવિ નિમાવત, કોર્ટના કર્મચારી જાનીભાઈ, મહેતાભાઈ, તેમજ આમંત્રિત મહેમાન કિશન ગઢવી સહિત શાળાના સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.


108 ઈમર્જન્સી તરીકે જાણીતા ભનાભાઈ ક્રેન વાળાએ ક્રેનની ટોચે ત્રિરંગો ફરકાવ્યો

ટંકારાના રાજકોટ મોરબી રોડ પર જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે ટ્રાફિક કિલ્યર કરાવવામાં અને વાહનને ખસેડવામાં જરા પણ વાર લગાડયા વગર પહોચી જનાર ભનાભાઈ કોઈ વૃક્ષ ધરાશયી થાય કે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે પટેલ ક્રેન વાળા ભનાભાઈ કોઇ પણ પૈસાની લાલચ વગર ત્વરિત ગતિથી ઘટના સ્થળે સેવાકાર્યમાં જાતે જોતરાય જાય છે. ભનાભાઈની રાષ્ટ્રભવના આ રીતે વર્ષના 365 દિવસ ધબકતી રહે છે.


આર્ય વિદ્યાલયમ દ્વારા 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન

આર્ય વિદ્યાલયમ્ ટંકારા ખાતે 14/08/2019ને બુધવારના રોજ સ્વાતંત્ર્યદિન અને રક્ષાબંધનપર્વને અનુલક્ષીને નર્સરી અને કે.જી તથા ધોરણ 1 અને 2ના બાળકો માટે તિરંગા અને રાખી ક્લરિંગ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ તેમની આગવી સૂઝથી તેમાં કલર પૂર્યા હતાં. ધોરણ 3થી 9 અને 11 કૉમેર્સના વિદ્યાર્થીઓ માટે રાખી કોમ્પિટિશનનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ તેમના કૌશલ્યથી અદ્ભૂત રાખડીઓ બનાવી હતી. આ તકે દરેક વર્ગમાં શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.


ટંકારાના નિલકંઠ મહાદેવ મંદિર ખાતે રક્ષાબંધન અને સ્વતંત્ર પર્વને લઈ વિશેષ શ્રિંગાર કરાયા

ટંકારાની મધ્યમા આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિરનુ પરીસર 15મી ઓગસ્ટના દિવસે ત્રિરંગાના રંગે રંગયું હતું અને દેશ ભક્તિ ગીતોથી ગુંજી ઉઠયું હતું. હરહર મહાદેવ સાથે જય હિન્દ, ભારત માતાકી જય અને વંદેમાતરમના ગગનભેદી નારાથી શિવાલયમા ઉપસ્થિત ભીડ ભક્તિ સાથે રાષ્ટ્રપ્રેમથી તરબોળ બની હતી.

- text