મોરબી : દુષ્કર્મ પીડિતાની ફોટા સહિત ઓળખ જાહેર કરનાર પત્રકારની ધરપકડ

- text


મોરબી : ગત 25 જૂનના રોજ નોંધાયેલા ગુન્હાની ફરિયાદી, દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાની ફોટો સહિત નામજોગ ઓળખ જાહેર કરનાર પત્રકાર વિરૂદ્ધ પીડીતાએ મોરબી તાલુકા પો.સ્ટેમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે પુરાવા એકઠા કરી પત્રકારની ધરપકડ કરી છે.

બનાવની વધુ વિગતો મુજબ ગત 25 જુલાઈના રોજ ફરિયાદી એવી દુષ્કર્મની પીડીતાએ પત્રકાર રજાકમિયાં અબ્બાસમિયાં બુખારી સહિતના સામે પોતાની કે કોર્ટની પૂર્વમંજૂરી લીધા વગર પીડિતાની ઓળખ જાહેર કરી લોકજ્વાલા અખબારના હેડિંગ વાળી ફેસબુકની વેબલિંકમાં, વોટ્સએપ ગ્રુપમાં તેમજ મીડિયા અખબારમાં અભદ્ર ટિપ્પણીઓ સાથે બ્રેકીંગ ન્યુઝ તરીકે પ્રસિદ્ધ કરી આઇપીસી કલમ 228(A-1) હેઠળ તાલુકા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ઝીણવટભરી તપાસના અંતે આરોપી રજાકમિયાં અબ્બાસમિયાં બુખારી ઉં.વ. 42, ધંધો. એડવોકેટ તથા માનદ પત્રકારની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દુષ્કર્મ પીડિતાના ફોટા અને ઓળખ જાહેર કરવાના આ બનાવને પોલીસે ગંભીરતાથી લઇ ધરપકડ કરાયેલ પત્રકારના રિમાન્ડ મેળવવા પણ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હજુ વધુ લોકોની ધરપકડ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text