મોરબીમાં પ્રથમ વરસાદને પગલે રોડ રસ્તાની સાથે તંત્રની આબરૂનું પણ ધોવાણ

- text


ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ ના પગલે મોરબી શહેર અને ગામડાના મોટા ભાગના રોડ રસ્તા ધોવાઈ ગયા : રોડ પર ખાડા પડતા પરિવહનમાં મોટી મુશ્કેલી

મોરબી : મોરબીમાં પ્રથમ સારા વરસાદથી રોડ રસ્તાનું ધોવાણ થવાની સાથે તંત્રની આબરુનું પણ ધોવાણ થયું છે.ત્રણ દિવસથી પડી રહેલા એકધારા વરસાદથી મોરબી શહેર અને ગામડાઓના મોટાભાગના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે.રોડ પર ખાડાઓ પડવાથી વાહન પરિવહન મોટી અસર પડી રહી છે.તેથી ટ્રાફિક જામની સાથે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.પણ તંત્રની પ્રિમોન્સૂન કામગીરી ધાંધિયા થી મેઘમહેરની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ છે. પ્રથમ વરસાદમાં જ તંત્રના પાપે માર્ગોનું ધોવાણ થઈ ગયું છે.છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મોટાભાગના રોડ રસ્તા ખરાબ થઈ જવાથી તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના ધજજીયા ઉડી ગયા છે અને માર્ગોની સ્થિતિ એકદમ બદતર થઈ ગઈ છે.જેમાં મોરબીના રવાપર રોડ,શનાળા રોડ,નટરાજ ફાટક, સહિતના મોટાભાગના વિસ્તારોના માર્ગોમાં એકધારા વરસાદથી ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે.રોડ પણ મસમોટા ગાબડા પડી જવાથી વાહનનું પરિવહન ન થઈ શકે તેવી કપરી હાલત થઈ ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટાભાગના માર્ગોનું ધોવાણ થઈ ગયું છે.જેથી વાહનોને અવરજવરમાં મોટી સમસ્યા સર્જાય છે અને ટ્રાફિક જામ થાય છે.જ્યારે રોડ પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાવવાથી વાહન ચાલકોને ન દેખાતા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.એકંદરે પ્રથમ સારા વરસાદમાં માર્ગોની સ્થિતિ એકદમ ખરાબ થઈ જતા તંત્રની પોલ આખે ઉડીને વળગી છે.માર્ગોની ખરાબ દશા થઈ જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હોવાથી વરસાદના વિરામ બાદ તંત્ર ખરાબ રોડની યોગ્ય મરામત કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text