મોરબીમા સીરામીક ઉદ્યોગોને ફરી એક મહિનાના એગ્રીમેન્ટથી ગેસ આપવાની મુખ્યમંત્રીની સૂચના

- text


સિરામિક એસોસિએશનની રજૂઆત વધુ એક વખત સફળ નીવડી : આગામી છ મહિના સુધી એક મહિનાનો એગ્રીમેન્ટ રહેશે

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગોને ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ આપવામાં આવતા સીરામીક એસોસિએશને આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જેના પગલે મુખ્યમંત્રીએ રજુઆત પ્રત્યે હકારાત્મક વલણ દાખવીને ગેસ કંપનીને આગામી છ માસ સુધી એક મહિનાના એગ્રીમેન્ટના આધારે જ ગેસ વિતરણ કરવાની સૂચના આપી છે.

છેલ્લા ઘણા સિરામિક સમયથી ઉદ્યોગોની નાજુક સ્થિતી છે. ત્યારે અગાઉ માંગણીના આધારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચનાથી ગેસ એગ્રીમેન્ટ ત્રણ મહિનાના બદલે એક મહીનાના કરવા માટેની છુટ આપવામાં આવી હતી. જેની અમલવારી થઈ હતી. પરંતુ છ મહિના બાદ ગુજરાત ગેસ દ્વારા ફરીથી ત્રણ મહિનાના એગ્રીમેન્ટ જ કરવા માટે કહેવામા આવતા ઉદ્યોગકારો લાલઘૂમ થયા હતા.

આ મામલે સીરામીક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવતા ફરી એક વખત મુખ્યમંત્રીએ ગેસના એગ્રીમેન્ટનો સમયગાળો આગામી છ માસ સુધી એટલે કે ડિસેમ્બર સુધી ત્રણ માસની બદલે એક માસનો કરી દેવાની ગેસ કંપનીને સૂચના આપી છે.

- text

આ અંગે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે હાલ સીરામીક ઉદ્યોગમા મંદીની સ્થિતિ છે. ત્રણ મહિનાના એગ્રીમેન્ટથી સીરામીક ઉદ્યોગોની પડયા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ થાય તેમ હતી. જેથી આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવતા તેઓએ આ પ્રશ્નનો ત્વરિત નિકાલ કર્યો છે. જેથી સીરામીક એસોસિએશન તેઓનો આભાર વ્યક્ત કરે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text