નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કાલે શનિવારે ટંકારાની મુલાકાતે

- text


રાજ્યપાલ યજ્ઞમાં ભાગ લઈને આહુતિ આપશે સાથે કુબેરનાથ મંદિરના દર્શન પણ કરશે : વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

ટંકારા : ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે શનિવારે ટંકારાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓનું સાંજે 4 વાગ્યે આગમન થવાનું છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.

મહર્ષિ દયાનંદ દ્વારથી આર્ય સમાજના પદાધિકારીઓ, આર્યવીર દળ, વીરાંગના દળ અને ઉપદેશક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યપાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, સાથે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર અપાશે. આ તકે રાજ્યપાલ યજ્ઞમાં ભાગ લઈને આહુતિ આપશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કુબેરનાથ મંદિરના દર્શન કરશે. બાદમાં 6 વાગ્યે કાર મારફત રાજકોટ જવા રવાના થશે. રાજકોટ ખાતે તેઓ રાત્રી રોકાણ કરીને ત્યાંથી લીંબડી જવા રવાના થશે.

રાજ્યપાલની મુલાકાત દરમિયાન યોજનારા કાર્યક્રમની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા તેમજ કાર્યક્રમની વ્યસ્થાઓ અંગેની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આજે બપોરે ત્રણ કલાકે મળેલી આ બેઠકમાં કલેક્ટર દ્વારા તમામ સંબંધીત વિભાગના અધિકારીઓને વ્યવસ્થાઓ અંગેની સુચનાઓ આપી કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થામાં કોઇ કચાશ ન રહે તે માટે અધિકારીઓને તાકીદ કરી જરૂરી સુચનો કર્યા હતા.

- text

જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંબંધીત અધિકારીઓ સાથે રહીને સ્થળની મુલાકાત લઇને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અંગે જાત માહિતી મેળવી હતી. રાજ્યપાલના પ્રવાસ દરમિયાન લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચરની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ મોરબી જિલ્લામાં પ્રથમવાર મુલાકાત લઇ રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર પણ તેઓને આવકારવા માટે તથા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ભાર મુકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં મોરબી પ્રાંત ઓફિસર એસ. જે. ખાચર, અજમાયશી નાયબ કલેક્ટર અને ટંકારા પ્રાંત ઓફિસર અનીલ ગોસ્વામી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર એસ.કે. જૈન, કાર્યપાલક ઇજનેર સિંચાઇના એસ.પી. ઉપાધ્યાય, નાયબ વનસંરક્ષક એમ.એમ. ભાલોડી સહિત અન્ય તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text