પ્રેરણાદાયી પગલું : નવા સાદુળકા ગામ દ્વારા 2000 વૃક્ષોનું વાવેતર કરાયું

- text


લીંબડો, પીપળો, વડ, ગુલમ્હોર જેવા વૃક્ષોના રોપાઓને ઉછેરવા ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપીયોગ થશે

મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે સઘન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામ સમસ્તે ભાગ લઇ આશરે 2000 જેટલા રોપાઓનું વાવેતર કર્યું હતું. આ રોપાઓને ઓછા પાણીએ ઉછેરવા માટે દરેક રોપામાં ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા સિંચાઈ કરવામાં આવનાર છે.

- text

તાલુકાના નવા સાદુળકા ગામે આવેલા હનુમાનજીના મંદિર પાછળ રહેલા સરકારી ખરાબાની જગ્યા કે જે ખરેખર ગૌચરની જમીન છે, ત્યાં આશરે 20 વીઘા જેટલી જમીન પર ગામ સમસ્ત દ્વારા આશરે 2000 જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ રોપાઓમાં ખાસ કરીને લીંબડો, પીપળો, વડ, ગુલમ્હોર જેવા ઘટાદાર થઈને છાંયડો આપી શકે એવા રોપાઓનું વાવેતર કરાયું છે. આ દરેક રોપાને ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ દ્વારા પાણી પાઈને ઉછેરવામાં આવશે. આ સઘન વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગામના આશરે 200 લોકો જોડાયા હતા. ગામના સેવાભાવી યુવાનો તથા વડીલોએ આ વૃક્ષોનું જતન કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text