વારંવાર ધક્કા ખાવા છતાં આધારકાર્ડ ન બનતા આધેડે બેંકમાં તોડફોડ કરી

- text


મોરબી : મોરબી શહેરમાં સરદાર રોડ સ્થિત આવેલી સિન્ડિકેટ બેંકમાં દીકરીનું આધારકાર્ડ કઢાવવા માટે વારંવાર ધક્કા ખાવા છતાં આધારકાર્ડ રિજેક્ટ જ થતું હોવાથી રોષિત પિતાએ બેંકમાં તોડફોડ કરી એક લાખ રૂપિયાનું નુકશાન કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.બનાવની વિગતો પ્રમાણે શહેરના સરદાર રોદ સ્થિત સિન્ડિકેટ બેંકમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને સુપર ટોકીઝ પાસે આવેલા કુંભાર શેરીમાં રહેતા ચિરાગભાઈ અરવિંદભાઈ નાગવાડીયાએ એ.ડીવ.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે શહેરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા આસીફભાઇ ગુલામભાઇ અજમેરી તેની પુત્રીનું આધારકાર્ડ કઢાવવા માટે બેંકમાં આવ્યા હતા. ત્યારે પુત્રીનું આધારકાર્ડ વારંવાર રિજેક્ટ થવાથી તેઓએ મગજ પરનો કાબુ ગુમાવી બેસતા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતા બાદમાં ધોકો લઈને લેપટોપ, સ્કેનર મશીન, ફિંગર સ્કેનર મશીનમાં ધોકાવાળી કરતા એક લાખ રૂપિયાનું નુકશાન કર્યું હતું. પોલીસે આ બાબતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી એ.ડીવી. પો. સ્ટે.ના પી.એસ.આઈ. આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text