મોરબી : માધાપરવાડી શાળામાં પોકસો એકટ અંગે સેમિનાર યોજાયો

- text


પીપીટી દ્વારા એક્ટની તમામ જોગવાઈઓ વાલીઓને સમજાવવામાં આવી

મોરબી : મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં પોકસો એક્ટ અંગે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશભાઇ વડસોલાએ આ એક્ટ વિશેની સંપૂર્ણ માહિતી પીપીટી દ્વારા વાલીઓને સમજાવી હતી. માધાપરવાડી કન્યા શાળામાં 317 ત્રણસોને સતર બાળાઓ અને માધાપરવાડી કુમાર શાળામાં 275 બાળકો અભ્યાસ કરે છે, વાલીઓ પોતાના બાળકો વિશે જાગૃત બને તેમજ હાલ રોજ બરોજ નાના બાળકો પ્રત્યે દુષ્કર્મની ઘટનાઓ, શારીરિક છેડછાડની ઘટનાઓ, જાતીય સતામણીની ઘટનાઓ ખુબજ વધી જતી હોય, સરકાર દ્વારા ‘પોકસો એકટ’ની અમલવારી ઈ.સ.2012થી કરેલી છે. આ એકટની તમામ જોગવાઈઓ વિશે દિનેશભાઈ વડસોલાએ પીપીટી મારફત સમજાવતા જણાવ્યું કે, દુષ્કર્મના કેસની પોલીસ તપાસ અને ફાસ્ટ્રેક કોર્ટ દ્વારા કાર્યવાહી બે મહિનામાં કરવાની જોગવાઈ છે. આવી ઘટના બને તો ચાઈલ્ડ હેલ્પલાઇન- 1098/100 પર બાળ હિંસા કે દુષ્કર્મની જાણ કરવી જોઈએ.

- text

અઢાર વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કાર શારીરિક છેડતી જેવી બાબતોમાં પોકસોની કલમ લાગે છે. બાર વર્ષ સુધીની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં ફાંસીની સજા, સોળ વર્ષ સુધીની કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા, સામુહિક દુષ્કર્મ દોષિતને આજીવન કેદની સજા વગેરે કાયદાકીય જોગવાઈની સમજ આપતા જણાવ્યું હતું કે બાળકોને શારીરિક, માનસિક અને ઘરેલુ હિંસા તથા જાતીય ગુનામાંથી મુક્ત કરી સ્વચ્છ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. બાળકોને ઘરમાં ખૂબ પ્રેમ, હૂંફ, સ્નેહ, લાગણી આપીએ. બાળકો પર ગુસ્સો ન કરીએ વગેરે માહિતની સાથે ‘બેડ ટચ એન્ડ ગુડ ટચ’ની સમજ આપી હતી. વાલી સંમેલનમાં ખુબજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી. આ વાલી સમેલનને સફળ બનાવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખે માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ અને તુષારભાઈ બોપલીયા માધાપરવાડી કન્યા શાળાના આચાર્યએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text