હરિદ્વાર ખાતે ત્રાજપર ગામના મુક્તિધામના અસ્થિ વિસર્જન કરતા સેવાના ભેખધારી

- text


મોરબી : મોરબીના ત્રાજપર ગામના સેવાના ભેખધારી સજ્જન દ્વારા વર્ષ દરમ્યાન મુક્તિધામ ખાતે એકઠા થયેલા અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ખાતે વર્ષોથી કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષે તાજેતરમાં જ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે જે ભારતમાં પણ દેખાવાનું છે. આ ચંદ્રગ્રહણ તારીખ 16 જુલાઈની રાત્રે 01:31 વાગ્યે શરૂ થશે અને સવારે 04:29 વાગ્યે પૂરું થશે. ચંદ્રગ્રહણ પહેલા લોકો જ્યોતિષી માન્યતા અનુસાર સ્વજનોના અસ્થિઓનું વિધી વિધાન મુજબ વિસર્જન કરતા હોય છે. આથી ત્રાજપર સ્મશાનમાં વરસ દરમ્યાન એકઠા થયેલા અસ્થિઓનું વિસર્જન કરવા માટે મુક્તિધામનું સંચાલન કરતા સેવાના ભેખધારી બાબુભાઇ છગનભાઇ સનુરા ગ્રહણ પહેલા હરિદ્વાર જઇ રહ્યા છે. વર્ષોથી તેઓ આ પુણ્યનું કામ કરી સદગતોના મોક્ષ માટે શાસ્ત્રોક્ત રીતે આ વિધિ સંમ્પન કરે છે. બાબુભાઇ નિઃશુલ્ક રીતે “ભૂતનાથ ધૂન ભજન મંડળ” પણ ચલાવે છે. હરિદ્વાર જવા માટે ત્રાજપર ગ્રામપંચાયત તરફથી એમને પ્રમાણિત કરી લખાણ આપવામાં આવે છે અને એ રીતે ગ્રામપંચાયત પણ એમના આ સેવા કાર્યને જોઈતો સહકાર આપે છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text