મોરબી : ઘર પાસે પાર્ક કરેલા એકટીવા બાઇકની ઉઠાંતરી

- text


મોરબી : મોરબીના રવાપર રોડ વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલા એકટીવા બાઇકને તસ્કરો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ જ્યંતીભાઈ કાસુન્દ્વા ઉ.વ.29એ ગતતા.29 જુનના રોજ પોતાનું આશરે રૂ.40 હજારની કિંમતનું જી.જે.36 કે 5865 નંબરનું એકટીવા બાઇક તેમના ઘરની સામે રાખ્યું હતું. આ એકટીવા બાઇકની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો.બાદમાં તેમણે આ બાબતે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text