મોરબી : દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા યોગ દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા ગઈકાલ તારીખ 21ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ યોગાસનો કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિતે શાળા ના આચાર્ય મિલિન્દ કાલુસ્કરે વિદ્યાર્થીઓને જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું અને માત્ર યોગ દિવસે જ નહિ, પરંતુ યોગને આપણા જીવન દિનચર્યાનો એક ભાગ બનાવવા માટેની હિમાયત કરી હતી. આ ઉપરાંત શાળા ના વિદ્યાર્થીઓ પ્રશાંત સિંહ અને સંભવી ઠાકુરે પણ યોગ દિવસ નિમિતે અન્ય વિદ્યાર્થીઓને સંબોધીને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ માં યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે યોગ સ્પર્ધામાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તથા શાળાના વ્યાયામ શિક્ષક અર્જુન ઠાકર ના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text