મોરબીમાં બાળકોની તકરારમાં મહિલાઓ બાખડી પડી

- text


પરિણીતાને પડોશની બે મહિલાઓએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં બાળકોની તકરાર જેવી સામાન્ય બાબતે મહિલાઓ બાખડી પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાલિકા પ્લોટમાં રહેતી પરિણીતાને પડોશની બે મહિલાઓએ માર માર્યાની એ ડિવિઝનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ રાજબેન્ક વળી શેરીના હુડકો ક્વાર્ટર નંબર 4માં રહેતી ભાવનાબેન દિનેશભાઇ પીઠડીયા ઉ.વ.32 નામની પરિણીતાએ તે જ વિસ્તારમાં રહેતી જયશ્રીબેન રાજુભાઇ બ્રાહ્મણ અને કોમલબેન રાજુભાઇ બ્રાહ્મણ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, બન્ને આરોપી મહિલાઓએ પરિણીતાના પુત્રને શેરીમાં સાયકલ નહિ લઈને આવવા તથા ઘર પાસે રમવા નહિ આવવાનું કહીને તેમને ગાળો આપી ઢીકાપાટુ અને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text