મોરબીમાં તંત્રના પાપે શાક માર્કેટમાં ગંદા પાણી ભરવવાની સમસ્યા યથાવત

- text


સામાન્ય વરસાદમાં ભરાયેલા ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્રએ ઘોર ઉપેક્ષા દાખવતા શાક માર્કેટની કપરી દુર્દશા થઈ

મોરબી : મોરબીમાં નઘરોળ તંત્રની અક્ષમ્ય બેદરકારીના કારણે શાકમાર્કેટમાં ગંદકીની સમસ્યાઓના અંત જ આવતો નથી.જેમાં શાકમાર્કેટમાં થોડા દિવસો પહેલા સામાન્ય વરસાદમાં ગટર સાથે ભળીને ગંદા પાણી ભરાયા હતા.પરંતુ આ સમસ્યાઓનો હલ કરવામાં તંત્રએ ફરી ધોર ઉપેક્ષા દાખવતા શાક માકેટમાં ગંદકીની સ્થિતિ યથાવત રહી છે.

- text

મોરબીમાં તંત્રના પાપે શાકમાર્કેટમાં ગંદકીની સમસ્યાઓ કેડો મુકતી નથી.શાક માર્કેટમાં વર્ષોથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ હોવાથી વારંવાર ગટરની ગંદકી માજા મૂકે છે.ત્યારે થોડા દિવસો પહેલા સામાન્ય વરસાદ પડ્યો હતો અને શાક માર્કેટમાં થોડાક વરસાદમાં પણ પાણી ભરાયા હતા.જ્યારે ગટરના પાણી સાથે ભળતા શાકમાર્કેટમાં બદતર સ્થિતિ થઈ ગઈ હતી.આ ગંભીર સમસ્યા અંગે પાલિકાને રજુઆત કરવા છતાં દરેક વખતની જેમ હાથ ઉપર હાથ રાખીને બેસી રહેતા શાક માર્કેટ ગંદકીની સ્થિતિ યથાવત રહી છે અને વરસાદ થયાનો છ દિવસ વીતવા છતાં શાકમાર્કેટમાં ગંદા પાણી ભરાયેલા છે.જેથી શાકભાજી લેવા આવતા લોકોને શાકભાજી સાથે ગંદકી ફ્રી માં લઇ જવી પડે તેવી નોબત આવી છે.શાકમાર્કેટમાં ગંદા પાણી ભરાવવાથી વેપારીઓના વેપ્રાર ધંધા પર માઠી અસર સર્જાઈ છે.ત્યારે પાલિકા તંત્ર આ બાબતની ગંભીર ગણીને શાકમાર્કેટમાં ગંદકીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની વેપારીઓએ માંગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text