વાંકાનેરમાં રાત્રીના ધીમીધારે વરસાદ : થોડા વરસાદમાં તંત્રની પોલ ખુલી

- text


વાંકાનેર પંથકમાં ગત રાત્રિના ૩:૩૦થી ધીમીધારે વરસાદ નું આગમન થયેલ વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ પરંતુ થોડા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગયેલ અને વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ રેલ્વેના બ્રિજ નીચે સર્વિસ રોડ પર નાલામાં પાણીનો ભરાવો જોવા મળેલ અને રસ્તા પર પાણી જમા થઈ જતાં રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડેલ.

- text

આ જગ્યા પર રેલ્વે દ્વારા ડબલ ટ્રેકનું કામ ચાલુ હોય ત્યાં હયાત વોંકળો બુરાઈ ગયેલ છે અને તેની જગ્યાએ નાની એવી ગટર બનાવેલ છે જે ગટર વરસાદી પાણીના નિકાલ માટે નાની એવી હોય પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી જો આટલાં ઓછા વરસાદમાં આ પરિસ્થિતિ હોય તો સમજી શકાય કે વધુ વરસાદમાં સર્વિસ રોડની સાથે નેશનલ હાઈવે પર પણ પાણીનો ભરાવો થવાથી આગામી દિવસોમાં વધુ વરસાદના લીધે નેશનલ હાઈવે બંધ થઇ શકવાની પુરી શક્યતાઓ દેખાઈ રહી છે નેશનલ હાઈવે, રેલવે કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મહીકા પંથકમાંથી વાંકાનેર આવવું ચાલુ વરસાદમાં સકય નહીં રહે અને નેશનલ હાઇવે બ્લોક થવાની પુરી સંભાવનાઓ રહેલી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text