મોરબી : શિલાન્યાસ પ્રસંગે નારીશક્તિને ઉજાગર કરતુ વિરાટ મહિલા સંમેલન યોજાયું

- text


5000થી વધુ મહિલા ભાવિકોએ આ સંમેલનનો લાભ લીધો

મોરબી : મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પ્રસંગના ઉપક્રમે મંદિરના પ્રાંગણમાં ગઈકાલ તારીખ 13ને ગુરુવારે બપોરે 1:00 થી 5:00 વાગ્યા દરમિયાન બી.એ.પી.એસ. સંસ્થાની બાલિકા, કિશોરી અને મહિલાઓ દ્વારા સંયુક્ત રીતે મહિલા સંમેલન યોજાયું હતું, જેનો મોરબી, રાજકોટ, ગોંડલ, તથા મોરબીની આસપાસના ગામડાઓમાંથી કુલ 5000 જેટલી મહિલા ભાવિકોએ લાભ લીધો હતો.

મોરબીમાં સ્વામિનારાયણ મંદિર શિલાન્યાસ મહોત્સવના ઉપક્રમે ગઈકાલે વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બહેનો દ્વારા નૃત્યો, રાસ, સંવાદ વગેરે રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કલા અને ભક્તિનો સમન્વય જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતિ 111 જેટલી બહેનોએ કરી હતી અને છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા.

આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે અમૃતાબેન કુંડારીયા, કાંતાબેન વરમોરા, ભાવનાબેન વરમોરા તથા રાજકોટ મહિલા સત્સંગ મંડળથી ક્રિષ્નાબેન રામોલિયા, ગોંડલથી રમાબેન માથુકિયા, ભાવનાબેન મીરાણી અને ધર્મિષ્ઠાબેન કડીવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મોરબી ક્ષેત્રના છેલ્લા 30 વર્ષથી સેવારત સંયોજક ઉર્મિલાબેન દ્વારા ચેતના કઈ રીતે પ્રગટાવવામાં આવે છે, સંસ્કાર અને સંપનું મહત્વ, બહેનોની કૌટુંબિક જીવનમાં સંવાદિતતાનું મહત્વ, બાળકોને બાલ્યાવસ્થાથી જ સંસ્કાર વગેરે જેવી પ્રેરક વાતો કરી હતી.

- text

કાર્યક્રમને અંતે હરિકૃષ્ણ મહારાજની રજતતુલા સંપન્ન થઇ હતી. આ પ્રસંગે તાજેતરમાં સાળંગપુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય મહિલા અધિવેશનમાં વિજેતા બનેલી મોરબીની ત્રણ યુવતીઓનું તથા મોરબીમાંથી દીક્ષા પ્રાપ્ત કરનાર ત્રણ સંતોના માતા રેવાબેન અમૃતભાઈ પટેલ, રમાબેન નારણભાઇ અઘારા અને મધુબેન ઓધવજીભાઈ ભીમાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ઉપરાંત દરરોજ યોજાતી સાયં સભામાં વિવેકસાગર સ્વામીએ પારાયણ કથાવાર્તા કરી હતી, જયારે હાસ્યસંગત કાર્યક્રમમાં લોકપ્રિય હાસ્યકાર ભાગ્યેશભાઈ વારાએ સહુ ભક્તોને હાસ્યતરબોળ કાર્ય હતા. આજે તારીખ 14ને શુક્રવારથી તારીખ 16ને રવિવાર સુધી વહેલી સવારે 5:15 થી 7:30 દરમિયાન મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા તથા સાંજે 7:00 થી 9:30 સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ‘બનીએ મંદિર ઉમંગે’ અને મહંતસ્વામી મહારાજના આશોરવચનોનો લાભ લેવા માટે મોરબીની ધર્મપ્રેમી જનતાને મોરબી મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text