કલેકટર સહિતના અધિકારીઓ સાથે રાહત છાવણીની મુલાકાત લેતા કુંવરજી બાવળિયા

- text


વાયુ વાવાઝોડાએ દિશા બદલી : 70 થી 90 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન અને ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ

મોરબી : વાયુ નામના વાવાઝોડું દિશા બદલીને ઓમાન દેશ તરફ ફંટાઈ ગયું છે છતાં હજુ 24 કલાક માટે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અભૂતપૂર્વ તૈયારીઓ વચ્ચે તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી. દરેક ધારાસભ્યો, મંત્રીઓ તેમજ સ્થાનિક કક્ષાના કાર્યકરોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉપસ્થિત રહેવાની સુચનાનો અમલ હજુ ચાલુ છે.

- text

ત્યારે બચાવ રાહતની કામગીરી માટે મોરબી જિલ્લામાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે સવારે 9.00 કલાકે વવાણીયા સ્થિત શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં દરીયા કિનારે વસતા માછીમાર લોકો અને મીઠું પકવતા અગરીયાને સલામત વસવાટ અપાયો છે. આશ્રય લઈ રહેલા લોકોને ભોજન પાણી સહિતની સુવિધા ઉચિત રીતે મળી રહે છે કે કેમ તે બાબતની પણ સમીક્ષા કરી હતી અને બચાવ કાર્યથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આશ્રય લઈ રહેલા લોકો સાથે ચર્ચા પણ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર પણ 24×7 સાવધ છે. આ મુલાકાતમાં મંત્રી સાથે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય જવાબદાર સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક ઉદ્યોગપતિઓ પણ જોડાયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text