ખેડૂતોને કૃષિ સહાય ન ચૂકવાય તો ધારાસભ્યની કૃષિ મહોત્સવના બહિષ્કારની ચીમકી

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખેડૂતોને કૃષિની ઇનપુટ સહાય ન ચૂકવાય તો કૃષિ મેળાનો બહિષ્કાર કરવાની આપી ચીમકી

મોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાકના વાવેતરમાં કૃષિનું સચોટ જ્ઞાન આપવા માટે આગામી 16મીએ રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવસ દરમ્યાન પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન, ખેડૂતો સાથે કૃષિ માહિતીનું આદાન પ્રદાન, કિશાન ગોષ્ઠિ, પશુઓની સાર સંભાળ અને સારવાર અંગે સચોટ માર્ગદર્શન અપાશે. બીજી તરફ ધારાસભ્યએ ખેડૂતોને કૃષિની બાકી રહેલી ઇનપુટ સહાય ન ચૂકવાય તો કૃષિ મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે હજુ સુધી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. પણ આગામી ચોમાસામાં ખરીફ પાકનું સફળ રીતે વાવેતર કરી શકાય તે માટે કૃષિનું સચોટ માગર્દશન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આગામી 16 જૂને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ખરીફ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના શનાળા રોડ પરના માર્કેટીંગ યાર્ડ, માળિયાના ખારાવડ કુંભરીયા ઢાળ ખાખરેચી , વાંકાનેરના બાગાયત ફાર્મ, મોટી વાડી, ટંકારાના કુલદીપ કોટન ઇન્ડ. લખધીરગઢ રોડ અને હળવદના માર્કેટીંગ યાર્ડમાં ખરીફ કૃષિ મહોત્સવ યોજાશે. જેમાં 20 મુદા અમલીકરણ સમિતિના આઇ.કે.જાડેજા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કૃષિ તજજ્ઞો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. આ કૃષિ મહોત્સવમાં 2 કૃષિ ક્ષેત્રેના, 2 બાગાયત પાકના અને 1 પશુપાલન એમ મળીને કુલ પાંચ ખેડૂતોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો અને મહાનુભવો વચ્ચે કૃષિ માહિતીનું આદન પ્રદાન, કિશાન ગોષ્ઠિ, પદાધિકારીઓનું પ્રવચન, ખેડૂતોને મંજૂરી પત્રોનું વિતરણ, પશુઓની સાર સંભાળ અને સારવાર વિશે વિસ્તૃત સમજણ અપાશે. ત્યારે મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આ કૃષિ મહોત્સવનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો છે.

- text

જ્યારે બીજી તરફ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કૃષિમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લાના આશરે 3 હજાર જેટલા ખેડૂતોને કૃષિની ઇનપુટ સહાય ચૂકવવામાં આવી નથી. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં અન્યાયકારી વલણ દાખવાઇ રહ્યું છે તેથી જો વહેલી તકે આ ખેડૂતોને કૃષિની ઇનપુટ સહાય ન મળે તો કૃષિ મેળાનો બેહિષ્કાર કરવાની બ્રિજેશ મેરજાએ ચીમકી આપી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text