સ્કૂલ ચલે હમ : આજથી ફરી શાળાઓ ધમધમી ઉઠી

- text


શાળાનું ઉનાળુ વેકેશન પૂરું થતા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ : તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું

મોરબી : આજથી ફરી સ્કૂલ ચલે હમનો સુર વહેતો થયો છે.સૌથી મોટું ઉનાળુ વેકેશન પૂરું થતા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.એ સાથે જ મોરબીમાં તમામ શાળાઓ ધમધમી ઉઠી છે.બાળકોએ ફરી પેટી દફતર સાથે શાળાઓ જઈને અભ્યાસ મેળવવાનું શરૂ કર્યું છે.તેમજ નવા બાળકોએ પણ શિક્ષણ મેળવવાના શ્રીગણેશ કર્યા છે.

- text

મોરબીની તમામ શાળાઓ આજથી ધમધમી ઉઠી છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે. મોટાભાગમાં બાળકોએ ઉનાળાના વેકેશનમાં માતાપિતા સાથે બહારગામ હરવા ફરવાની મોજ માણી હતી અને ઘણા બાળકોએ મોસાળમાં જઈને વેકેશન મનાવ્યું હતું.જ્યારે અન્ય બાળકોએ શહેરમાં બાગ બગીચામાં આનંદ કિલ્લોલ કરીને વેકેશનની રજા માણીને ભણતરમાંથી હળવાફૂલ થયા હતા.જ્યારે આજે વેકેશન પૂરું થતા બાળકો ફરી નવી ઉષ્મા ઉર્જા સાથે શિક્ષણ મેળવવા સજ્જ થયા હતા.ત્યારે વાલીઓએ પોતાના બાળકો માટે નવા પુસ્તક સહિતની શૈક્ષણિક કીટ લેવા માટે સ્ટેશનરીની દુકાનોમાં ભારે ઘસારો કર્યો હતો.આજથી શાળાઓ શરૂ થતી હોવાથી વાલીઓની ચિંતા વધી ગઈ છે.માતાઓએ સવારે વહેલા ઉઠી બાળકોને પેટી દફતર અને લંચ બોક્સ સાથે તૈયાર કરીને સ્કૂલ બસમાં મુકવા ગઈ હતી અને શાળાઓમાં બાળકો અભ્યાસ માટે આવતા શાળાઓમાં શિક્ષણ કાર્ય પુન: ધમધમી ઉઠ્યું હતું.જોકે અનેક નવા બાળકોએ પણ શાળાઓ પ્રેવશ મેળવીને શિક્ષણ મેળવવાનું શરૂ કરી દીધું છે.જ્યારે નવા બાળકો માટે થોડા સમયમાં સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text