જીવાપર પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

- text


મોરબી : આજથી ઉનાળુ વેકેશન પૂરું થયું છે. દરેક શાળાઓ આજથી રાબેતા મુજબ ધમધમવા લાગી છે. ત્યારે મોરબી જિલ્લાના નવા જીવાપર ગામની પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વેકેશન દરમ્યાન બંધ રહેલી શાળા ખુલતા જ વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ શાળા પરિસર તેમજ સ્વચ્છ વર્ગખંડોમાં અભ્યાસ કરવામાં આવે તેવા ઉમદા હેતુથી નવા જીવાપર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળાની સફાઈ હાથ ધરાઈ હતી. આ શ્રમયજ્ઞમાં શાળાના આચાર્ય બીપીનભાઈ તથા ખોડીદાસભાઈએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી એમના શ્રમયજ્ઞને બિરદાવ્યો હતો તેમજ અન્ય ગામો માટે પણ પ્રેરણા પુરી પાડી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text