પ્રેરણાદાયી પેહલ : બેસણા દરમ્યાન યોજાયેલા રક્તદાન કેમ્પમાં 74 લોકોએ રક્તદાન કર્યું

- text


બે પુત્રીઓએ સ્વર્ગસ્થ માતાને કાંધ આપી અગ્નિસંસ્કારમાં પણ ભાઈની સાથે રહી પુત્રીધર્મ નિભાવ્યો હતો

મોરબી : મૂળ આંદરણ નિવાસી હાલ મોરબી સ્થિત જયાબેન ખીમજીભાઈ દેસાઈ ઉં.વ. 58નું તારીખ 7 જૂનના રોજ અવસાન થતા એમની બન્ને પુત્રીઓ માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ માતાને અગ્નિદાહ આપવામાં ભાઈની સાથે રહી સમાજને નવો રાહ ચીંધવાની સાથે માતાના મૃત્યુ બાદ રાખેલા બેસણામાં રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 74 લોકોએ રક્તદાન કરી પ્રેરણાદાયી પહેલ કરી હતી.

મૂળ આંદરણ નિવાસી હાલ મોરબી સ્થિત જયાબેન ખીમજીભાઈ દેસાઈસદગતનું બેસણું તારીખ 10/06/2019ને સોમવારે સવારે 09:00 થી 11:00 કલાકે સતાધાર પાર્ક 1, આલાપરોડ, અંજની પાર્ક સોસાયટીની બાજુમાં રાખવામાં આવેલ. આ બેસણા દરમ્યાન સવારે 9:00 થી 11:00 કલાકે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વજનો ઉપરાંત જાહેર જનતાને પણ રકતદાન કરવા માટે અપીલ કરાઈ હતી. આ રક્તદાન કેમ્પમાં 74 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જે જરૂરિયાતમંદો માટે હોસ્પિટલને અર્પણ કરાયું હતું.

- text

પુત્ર પુત્રી એક સમાનના સરકારી સૂત્રને ચરિતાર્થ કરતી આ ઘટનાની વિગતો પ્રમાણે મૂળ આંદરણ ગામના નિવાસી અને હાલ મોરબી રહેતા જયાબેન ખીમજીભાઈ દેસાઈનું નિધન થયું હતું. આ દુઃખદ ક્ષણમાં ખીરઇ ગામ ખાતે સાસરે રહેતી એમની પુત્રી વીણાબેન મેહુલભાઈ દલસાણીયા તથા ભક્તિનગર ગામે સાસરે રહેલા વંદનાબેન હિતેષભાઈ હાંસલપરાએ માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ માતાને કાંધ આપી હતી. સ્મશાનમાં અન્ય ડાઘુઓ સાથે જઈ માતાને અગ્નિસંસ્કાર આપવામાં એમના ભાઈ ઉમેશની સાથે રહ્યા હતા. બન્ને બહેનો સરકારી શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. આ દુઃખદ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરી દરેક સમાજ માટે એક ઉદાહરણીય અને પ્રસંશા પાત્ર પગલાંને હાજર લોકોએ ભારે પ્રોત્સાહિત કર્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text