મોરબીમાં આવસોની સોંપણી મામલે સામાજિક કાર્યકરો અને લાભાર્થીઓએ પાલિકામાં રામધૂન બોલાવી

- text


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસોનો ડ્રો થઈ ગયો હોય અને નાણાં પણ ભરપાઈ થઈ ગયા છતાં તંત્રના ઉદાસીન વલણ સામે આજે પાલિકામાં મોરચો માંડ્યો : લાભાર્થીઓને આવાસો સોંપવા સામાજિક કાર્યકરો તંત્ર સામે બે હાથ જોડીને કરગર્યા

મોરબી : મોરબીમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળના આવાસોનો ડ્રો થઈ ગયા બાદ લાભાર્થીઓએ નાણાં ભરપાઈ કરી દીધા હોવા છતાં પણ તંત્ર આવાસોની સોંપણીમાં ભારે ઉદાસીન વલણ દાખવતું હોવાથી સામાજિક કાર્યકરોએ લાભાર્થીઓને સાથે રાખીને પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યું હતું. તેમજ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે રામધૂન બોલાવી હતી.જોકે ગરીબ લાભાર્થીઓને વહેલીતકે આવાસો સોંપવા સામાજિક કાર્યકરો તંત્ર સમક્ષ બે હાથ જોડીને કરગર્યા હતા.

મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ બાયપાસ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને ઘરનું ઘર મળી રહે, તે માટે મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આવાસો બનાવવામાં આવ્યા હતા અને આવાસો પણ તૈયાર થઈ ગયા બાદ દોઢ વર્ષ પહેલાં આ આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. બાદમાં નિયમ મુજબ ગરીબ લાભાર્થીઓએ આવાસો મેળવવા માટે પાલિકામાં નાણાં પણ ભરપાઈ કરી દીધા હતા. તેમ છતાં હજુ આ ગરીબ લાભાર્થીઓને આવસો સોંપવામાં આવ્યા નથી. તંત્ર આવાસો સોંપવા માટે ભારે ઉદાસીન વલણ દાખવતું હોવાથી સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે અને જગદીશભાઈ બાંભણીયા સહિતનાએ કલેકટરને રજુઆત કરી જો તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

- text

તેમ છતાં તંત્ર ટસનું મસ ન થતા આજે સામાજિક કાર્યકરોએ અગાઉ આપેલી ચીમકી મુજબ લાભાર્થીઓને સાથે રાખીને નગરપાલિકા કચેરીમાં જઈને હલ્લાબોલ કર્યું હતું. જોકે તંત્રને સદબુદ્ધિ મળે તે માટે રામધૂન બોલાવી હતી. આ તકે ગરીબ લાભાર્થીઓને આવોસોની સોપણી જલ્દી થાય તે માટે ભાજપના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજાએ ટેકો જાહેર કર્યો હતો. જ્યારે પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી સામાજિક કાર્યકરોએ ચીફ ઓફિસરના પીએને રજુઆત કરી હતી અને ગરીબ લાભાર્થીઓને તાત્કાલિક આવાસો સોંપવા સામાજિક કાર્યકરોએ તંત્રને બે હાથ જોડીને વિનતી કરી હતી. સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, ઘણા બધા લાભાર્થીઓએ ઘરનું ઘર મળે તે માટે ઉધાર ઉછીના કે દેવું કરીને તેમજ કિંમતી દર દાગીના વેચીને પાલિકામાં પૈસા ભર્યા છે. જોકે આ લાભાર્થીઓને તંત્રએ એવું ઠાલું આશ્વસન આપ્યું હતું કે બે મહિના તમામ હપ્તાઓ ભરી દો તો જલ્દીથી આવાસો મળી જશે. આથી ગરીબ લાભાર્થીઓએ રૂ.70 હજાર તાત્કાલિક ભરી દીધા હતા. પણ ચાર માસ પુરા થવા છતાં તંત્રની ઊંઘ ઉડી નથી. તેથી મોટાભાગના ગરીબ લાભાર્થીઓ ભાડે રહેતા હોવાથી તાકીદે આવાસો નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જોકે તંત્રએ ગરીબ લાભાર્થીઓને આવાસો સોંપી દેવાની ખાતરી આપી છે પણ ક્યારે સોંપી દેવાશે એ નક્કી નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text