મોરબી : સ્વામિનારાયણ મંદીર દ્વારા ત્રિદિવસીય સમર કેમ્પ યોજાયો

- text


છેલ્લાં દિવસે વાલી સંમેલનમાં બાળકોને મોબાઇલ-ઈન્ટરનેટથી દૂર રાખવા સંતોની અપીલ

મોરબી : મોરબીના સ્વામિનારાયણ મંદીર દ્વારા તારીખ 6, 7 અને 8 જૂનનાં રોજ ત્રિદિવસીય સમર કેમ્પ બાળકોના અધ્યાત્મિક અને સર્વાંગી વિકાસ માટે યોજાયો હતો, જેમાં ધોરણ 4 થી 10નાં લગભગ 550 બાળકોએ ભાગ લીધો હતો.

- text

સ્વામિનારાયણ મંદીર દ્વારા તાજેતરમાં ધોરણ 4 થી 10નાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સંતો દ્વારા માતા-પિતાને અને વડીલોને આદર, આધ્યાત્મિકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અલગ અલગ ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ, બાલફેરી, મેજીક શો, દરરોજ અલગ અલગ રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બાળકોએ અવનવી પ્રસાદીનો પણ લાભ લીધો હતો. આ સમર કેમ્પના છેલ્લાં દિવસે વાલી સંમેલન પણ રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સંતોએ બાળકોને નિયમિત રીતે બાલસભામાં મોકલવા તથા મોબાઇલ અને ઈન્ટરનેટથી દૂર રાખવા માટે અપીલ કરી હતી અને માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. આ સમર કેમ્પ પછી બાળકોએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને અને આદર આપવાના શપથ લીધાં હતાં. આ બાળ સમર કેમ્પમાં સ્પર્ધામાં રેન્ક મેળવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text