મોરબી રેડિયોમાં આજે સાંભળો ધોરણ 10ના ટોપર્સ સાથે ખાસ વાતચીત

- text


મોરબી જિલ્લાના ધોરણ 10ના ટોપર્સ સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરવામાં આવેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં મોરબી જિલ્લાના ધોરણ 10ના ટોપર્સ સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આજે રાત્રે આ શોમાં મોરબી જિલ્લાના ધોરણ 10ના ટોપર્સ ભડાવિયા ભવ્ય, પરેચા કિંજલ અને નિકિતા મુછડીયા મહેમાન બનવાના છે. તેમની સાથે તેમણે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી તેમજ તેમની કારકિર્દીલક્ષી વાતચીત કરવા માટે આર.જે. રવિ બરાસરા તેમની સાથે સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text