મોરબીમા ઘરવિહોણા લોકો માટે વિશ્વકર્મા બાલમંદિરમા હંગામી શેલ્ટરની વ્યવસ્થા

- text


૨૧૯ વ્યક્તિઓ રહી શકે તેવા શેલ્ટરની તાંત્રિક મંજૂરી મળી : પાલિકા ટૂંક સમયમાં કાયમી વ્યવસ્થા કરશે

મોરબી : ‘સરકારની ‘દીનદયાળ અંત્યોદય યોજના’ અંતર્ગત શહેરમાં ફૂટપાથ અને જાહેર સ્થળ પર સુતા લોકો માટે આશ્રયસ્થાન પૂરું પાડવા સુપ્રીમ કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે, તેના અમલ રૂપે 219 જેટલી ક્ષમતા ધરાવતા શેલ્ટરની તાંત્રિક મંજૂરી મળી ગઈ છે.

- text

મોરબી શહેરમાં 216 જેટલા ઘરવિહોણાને કાયમી રહેઠાણનો લાભ આપવા માટે 219 જેટલી ક્ષમતા ધરાવતા શેલ્ટર બનાવવા માટેની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી વચગાળાના સમય માટે નગર પાલિકા દ્વારા વાંકાનેર રિવાજ સ્થિત વિશ્વકર્મા બાલમંદિર ખાતે હંગામી ધોરણે શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં રહેવા-જમવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે વિહોણા લોકોને જુદા-જુદા માધ્યમોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ કામગીરીના ભાગરૂપે છેલ્લા અઠવાડિયાથી સઘન ઝુંબેશ ચાલી રહી છે. જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો વધુમાં લાભ મળે એ માટે પોલીસસ્ટાફને સાથે રાખીને મેનેજર હરેશભાઇ અને ચતુરભાઈ, યોજનાના નોડેલ ઓફિસર ધીરજભાઈ તથા ચીફ ઓફિસર સાગર રાડિયા અને રાજકોટ ઝોન કચેરીના અધિકારી કનેરીયા દ્વારા રાત્રી ઝુંબેશમાં ભાગ લઈને આવા લોકોને આશ્રય આપવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.

- text