મોરબીને સ્વચ્છ બનાવવા માટેનું તબીબોનું અભિયાન વેગવંતુ બન્યું

- text


સ્વચ્છતા અભિયાનમાં શિક્ષકો,ઉધોગપતિઓ, વડીલો અને યુવાનો જોડાયા

ઉમિયા સર્કલ પાસે કરી સઘન સફાઈ : આવતા રવિવારે સરકારી કચેરીઓ લાલભાગ પાસે સફાઈ કરશે

મોરબી : મોરબીને સ્વચ્છ બનાવવા માટે કેટલાક જાગૃત તબીબોએ ઝાડુ ઉઠાવીને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું.આ સ્વચ્છતા અભિયાન વર્ગવતું બની રહ્યું છે.જેમાં ડોકરોની ટીમ, ઉધોગપતિઓ, શિક્ષકો અને યુવાનો તથા વડીલો જોડાયા હતા અને આજે ઉમિયા સર્કલ પાસે સઘન સફાઈ કરી હતી.તેમજ આવતા રવિવારે સરકારી કચેરીઓ લાલબાગ પાસે સફાઈ કરશે.

મોરબીને ફરી પેરિષ તરીકેની ઉપમા અપાવવા અને હરિયાળું બનાવવા માટે મોરબીના યુવા તબીબોની ટીમ આગળ આવી છે અને તબીબોએ મોરબીને સ્વચ્છ બનાવવા માટે ઝાડુ ઉઠાવ્યું હતું આ સ્વચ્છતા અભિયાન છેલ્લા ત્રણ રવિવારથી ચાલી રહ્યું છે આજે ત્રીજા રવિવારે ઉમિયા સર્કલ પાસે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ડોક્ટરની ટીમ, ઉધોગપતિ , શિક્ષકો, યુવાનો અને વડીલો સહિતના લોકો કોઈ છોછ વગર પાવડા તગારા અને સાવરણા લઈને ઉમિયા સર્કલ પાસે સફાઈ કરવા મંડી પડ્યા હતા અને ભારે શ્રમદાન કરીને ઉમિયા સર્કલ આસપાસ સઘન સફાઈ કરી હતી.આ સફાઈ અભિયાનમાં 35 લોકો જોડાયા હતા.આ સફાઈ અભિયાનને વધુને વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.શહેરના સ્વચ્છ કરવાના ઉદ્દેશ સાથે દર વખતે વધુને વધુ સારા સારા લોકો જોડાતા જાય છે અને શહેરના મુખ્યમાર્ગ તથા મુખ્ય ચોક અને શહેરના દરેક વિસ્તરોને આ સ્વચ્છતા અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે દર રવિવારે સફાઈ કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ રવિવારે નવા બસ સ્ટેન્ડ અને બીજા રવિવારે જીઆઇડીસી પાસે તથા આજે ત્રીજા રવિવારે ઉમિયા સર્કલ પાસે સફાઈ કરાઈ હતી.આવતા રવિવારે સામાકાંઠે સરકારી કચેરીઓ લાલભાગ પાસે સફાઈ કરીને સરકારી તંત્રને જવાબદારીનું ભાન કરાવાશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text