મોરબી રેડિયોમાં આજે સાંભળો લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાને

- text


લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં જાણીતા લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આજે આ શોમાં જાણીતા લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા મહેમાન બનવાના છે. અત્રે નોંધનીય છે, કે તેઓ દુહા-છંદ-ચોપાઈમાં ગુજરાત સ્તરે પ્રથમ છે, તો આજે રાત્રે તેમના જીવન તથા કારકિર્દી વિશે કેટલીક માહિતી તથા રસપ્રદ વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text