ટંકારા : યોગ્ય પરિવહન વ્યવસ્થાના અભાવે રિક્ષાની જોખમી સવારી કરવા લોકો મજબૂર

- text


ટંકારા : મોરબી જિલ્લાના ટંકારાના તાલુકા મથકે ગામડામાંથી ખરીદી કરવા, દવા લેવા કે પછી અન્ય કામોથી હજારો લોકો રોજ અવરજવર કરતા હોય છે, પરંતુ બસસ્ટેન્ડ કે બસની સુવિધા ન હોવાથી ફરજીયાતપણે હકડેઠઠ ભરેલી રીક્ષામાં આવવું જવું પડે છે.

ઠાંસોઠાંસ ભરેલી પેસેન્જર રીક્ષાને કોઈ ટ્રાફિકના નિયમો નડતા નથી અને પોલીસતંત્ર પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોય, એમ કોઈ પગલાં લેતું નથી. આ ઉપરાંત બીજી તરફ આ મુસાફરોની મજબૂરી એ છે, કે ટંકારામાં ક્યાંય બસસ્ટેન્ડ નથી, આથી બસ જતી નથી. ટંકારાના કેટલાક ગામડાઓ તો એવા પણ છે, કે જેમણે ગરીબ કલ્યાણ મેલા સિવાય ગામમાં ક્યારેય બસ જોઈ જ નથી. આવા વખતે ના છૂટકે ગામડામાંથી શહેરમાં આવવા અને શહેરમાંથી ગામડામાં જવા માટે આવી જોખમભરી સવારીનો આધાર લેવો પડે છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text