ટંકારા : ઉમિયા પરિવારના સમુહલગ્નમાં ૪૫ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

- text


સમગ્ર તાલુકાએ માણી મહેમાનગતિ , ધનવાન પણ ન કરી શકે એવું જાજરમાન આયોજન

ટંકારા : દર વર્ષે અખાત્રીજના દિવસે છેલ્લા 7 વર્ષોથી ટંકારાની ઓરપેટ કન્યા છાત્રાલયના પટાંગણમાં પાટીદાર સમાજ દ્વારા રંગેચંગે સમૂહલગ્નોત્સવ ઉજવાય છે, તેમ આ વર્ષે પણ ગઈકાલ તારીખ 7ના રોજ યોજાઈ ગયો અને આ ઉત્સવમાં 45 યુગલોએ લગ્નજીવનની શુભ શરૂઆત કરી હતી. એક બાપ પણ પોતાની દીકરીને જે લાડકોડથી ન વળાવી શકે એવી જાજરમાન રીતે 45 દીકરીઓને વળાવવામાં આવી હતી.

લગ્નોત્સવ દરમિયાન નામાંકિત બેન્ડ બાજા સાથે વરરાજાઓનું લગ્નમંડપમાં આગમન થયું હતું, જાનૈયાઓ મન મૂકીને નાચ્યાં હતા. જાન પોંખતી વખતે ગુલાબની પાંદડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો અને ગરમીથી બચવા માટે લીંબુ શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અદભુત લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ ઉપરાંત રક્તદાન, બેટી બચાઓ, સ્વચ્છ ભારત, વૃક્ષો વાવો તથા પક્ષીઓની જાળવણીનું મહત્વ જેવી વિવિધ થીમ પર ભાર મુકાયો હતો. બગથળાના મહંત દામજીભગત સહીત અનેક સંતો-મહંતો, સામાજિક-રાજકીય અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્નોત્સવને માનવ માટે ટંકારાના શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- text

આ ઉત્સવને સાર્થક બનાવવા માટે ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ બારૈયા, ઉપાધ્યક્ષ કચરાભાઈ ઘોડાસરા, પ્રમુખ હીરાભાઈ ફેફર, ઉપપ્રમુખ દીપકભાઈ સુરાણી, વલ્લભભાઈ જીવાણી, મંત્રી રમેશભાઈ કૈલા, ગોરધનભાઈ ચિકાણી, ડાયાલાલ બારૈયા, કેશુભાઈ જીવાણી, વિનોદભાઈ સુરાણી, વાત્સલ્ય મોણપરા તથા સમસ્ત ટીમે સુંદર વ્યવસ્થા કરી હતી અને કાર અને બાઈક પાર્કિંગ માટે સુંદર વ્યવસ્થા કરી ધરતીપુત્રો તડકાથી ન બીવે એ ઉક્તિ સાર્થક કરી બતાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text