ટંકારા : ખેડૂત પરિવારને વીમાના રૂ. ૫ લાખ અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ

- text


ટંકારા : ટંકારાના હડમતિયા ગામના ખેડુતનું અકસ્માતમાં મૃત્યું નીપજ્યું હતું. તેઓએ અકસ્માત વીમો ઉતરાવ્યો હોવા છતાં વીમા કંપની દ્વારા તેઓના પરિવારને વિમાની રકમ આપવામાં આવતી ન હતી. ત્યારે આ પરિવારને ટંકારા ગ્રાહક સુરક્ષા દ્વારા કેસ ચલાવીને જીત મેળવી પાંચ લાખનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો.

- text

ટંકારા તાલુકાના હડમતિયા ગામના રહીશ અને ખેડુત ખાતેદાર સ્વ. રાણસરીયા રતીલાલ આંબાભાઈનું તા. ૧૧/૬/૨૦૧૬ ના રોજ વાહન અકસ્માતમાં મૃત્યું નિપજ્યું હતું જેની વિમા પોલિસી ચાલુ હોય આ કેસ ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાલી જતા અંતે મૃત્યું પામનાર ખેડુતના પરિવારને અકસ્માત વિમાનો ન્યાય મળ્યો હતો. તે દરમિયાન હડમતિયા સેવા સ.મં.લી અને રાજકોટ ડિસ્ટીકટ કો-ઓપરેટીવ બેંક સયુક્ત દ્વારા ખેડુત ખાતેદારને વિમા પોલીસી હોય જેમાં કંપની યુનાઈટેડ ઇન્ડિયા ઈન્સ્યુ કાુ. લી. દ્વારા ન ચુકવાતા તેમના ધર્મપત્ની શાંન્તાબેન રતિલાલભાઈ રાણસરીયાઅે અનેકવાર વિમા કંપનીને રજુઆત કરેલ પણ અંતે ન્યાય ન મળતા મૃત્યુ પામનારના ધર્મપત્નીએ ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાનો સંપર્ક કરતા તેઅોની અરજી લઈ મોરબી જીલ્લા પ્રમુખ લાલજીભાઈ મહેતા બંનેએ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ધારદાર રજુઆત કરી અંતે કંપનીને વિમાની રકમ ચુકવી પડી હતી અા તકે મોરબી જીલ્લાના મંત્રી રામભાઈ મહેતા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા, ટંકારા ગ્રાહક સુરક્ષા મંત્રી પ્રવિણભાઈ મેરજા તેમજ સદસ્ય રમેશ ખાખરીયા હાજર રહી વારસદારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

- text