મોરબીમાં સંતશ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


મોરબી : દર વર્ષની માફક આજના દિવસે સમસ્ત કોળી સમાજ દ્વારા સમાજના સંત શ્રી વેલનાથ બાપૂની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં સમાજના તમામ આગેવાનો સહિત બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ત્યારે શોભાયાત્રાનો સમગ્ર રૂટ જય વેલનાથના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

મોરબી જિલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા દર વરસની માફક આજના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે રેલવે સ્ટેશન પાસે આવેલા જડેશ્વર મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ત્યાંથી સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, બજાર લાઈન, નહેરુ ગેઇટ, તખ્તસિંહજી રોડ, ગેસ્ટહાઉસ રોડથી પુલ પર થઈ, મોરબી સામા કાંઠે, ત્રાજપર ચાર રસ્તા, કુબેર પાસેથી પસાર થઈ સો ઓરડી વિસ્તારમાં આવેલી ચૂંવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ પાસે વિરાટ શોભાયાત્રા વિરામ પામી હતી. અહીં સર્વે શોભાયાત્રીઓ માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જય વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રા માટે મોરબી જિલ્લા, માળીયા(મી.), ટંકારાના જ્ઞાતિ પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા તથા ઉપ પ્રમુખ પ્રવીણભાઈ સારલા તેમજ સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text