હળવદના કડીયાણા ગામે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


હળવદ : હળવદના કડીયાણા ગામે કેનાલમાં પાણી તોડવા બાબતે ખેડૂતો વચ્ચે મારામારી થઈ હતી.જેમાં અગાઉ એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી હતી.જેમાં હળવદના ચરાડવા ગામે આવેલ ગોપાલનગરમાં રહેતાં જયતિભાઈ ઠાકરશીભાઈ સોનાગ્રાએ નારાયણભાઈ દેવશીભાઈ તારબૂદીયા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે,ગતતા.8 એપ્રિલના રોજ કડીયાણા ગામની સીમમાં આવેલી કેનાલમાં પાણીનો પારો કેમ તોડી નાખ્યો તેમ કહી આરોપીએ ફરિયાદીને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text