વાંકાનેરમાં કલેકટરની ઉપસ્થિતિમા દિવ્યાંગો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ

- text


અંધજન પણ કોઈની મદદ વિના મતદાન કરી શકે એ માટે ડેમો યોજાયો : નિષ્પક્ષ ચૂંટણી યોજવા વહીવટીતંત્ર સજ્જ

વાંકાનેર : વાંકાનેરમાં આજે તાલુકા સેવા સદન ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે દિવ્યાંગો માટે ખાસ મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવેલ જેમાં મોરબી જિલ્લા કલેક્ટર માકડીયા, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, વાંકાનેર મામલતદાર વર્મા, સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન અને વહીવટી સ્ટાફની ઉપસ્થિતિમાં આ મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવેલ.

- text

વાંકાનેરના કુલ 744 દિવ્યાંગ મતદારો નોંધાયેલ છે જેમાંના હાજર રહેલ બહોળી સંખ્યાના દિવ્યાંગ મતદારોને મતદાન કરવાના શપત લેવડાવવામાં આવેલ અને મતકુટીર તેમજ ઇવીએમ મશીન, વીવીપેટનું ડેમોસ્ટ્રેશન આપેલ તેમજ વાંકાનેરના કુલ 36 દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકમાં વ્હીલચેરની સગવડતા પણ કરી આપવામાં આવેલ છે.મોરબી જિલ્લા કલેક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે કે દરેક લોકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ.

- text