મોરબીના ન્યુ પેલેસ પાસે દીપડો દેખાયાની ચર્ચા

- text


ફોરેસ્ટર વિભાગે શોધખોળ શરૂ કરી : દીપડો હોવાના કોઈ સ્પષ્ટ નિશાન જોવા મળ્યા નથી : ફોરેસ્ટ ઓફિસર

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા ન્યુ પેલેસ પાસે દીપડો દેખાયો હોવાની જાણ થતા ફોરેસ્ટર વિભાગ ત્યાં તપાસ અર્થે દોડી ગયું હતું અને શોધખોળ હાથ ધરી હતી.જોકે વન વિભાગની તપાસમાં હજુસુધી દીપડો હોવાના કોઈ સ્પષ્ટ નિશાન જોવા ન મળ્યા હોવાનું ફોરેસ્ટર ઓફિસરે જણાવ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલા રાજાશહી વખતના ન્યુ પેલેસ પાસે કામ કરતા એક મજૂરને દીપડો દેખાયો હતો તેથી તેણે ન્યુ પેલેસના મેનેજર મનહરસિંહને આ બાબતની જાણ કરી હતી અને તેમને આ અંગે મોરબીના ફોરેસ્ટર વિભાગને જાણ કરી હતી.આ બનાવને પગલે મોરબી ફોરેસ્ટર વિભાગના ઇન્ચાર્જ ઓફિસર જે.એન.વાળા તેમના સ્ટાફ સાથે ન્યુ પેલેસ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.આ બાબતે તેમણે જણાવ્યું હતું કે,ન્યુ પેલેસ પાસે દીપડો દેખાયાની જાણ થતાં ગતરાત્રે અને આજે સવારે પણ ત્યાં શોધખોળ હાથ ધરી હતી.પણ દીપડો કે જરખ જેવા કોઈ પ્રાણીના નિશાનો ત્યાં જોવા મળ્યા નથી.અને કોઈ મરણ કરેલું હોય એવું પણ ધ્યાને આવ્યું નથી.જોકે એક શ્વાન મરેલો છે.તે ઘણા સમય પહેલાનો છે.જોકે મોરબીના ઇતિહાસમાં ક્યારેય દીપડો જોવા મળ્યો હોય એવું બન્યું નથી.તેમ છતાં પણ આ અંગે સઘન તપાસ ચાલુ હોવાનું તેંમણે જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text