હળવદના રણજીતગઢ ગામે વાડીમા વીજ વાયર પડતા ૨૩ વિઘાના ઘઉં બળી ને ખાખ

- text


 

વિજતંત્રના પાપે વાડીમા વાયર પડવાથી ખેડૂતોનો પાક સળગી ગયો હોવાના અનેક બનાવો બન્યા

હળવદ : હળવદ પંથકમાં પીજીવીસીએલના તંત્રએ જાણે ખેડૂતોને પાઈમાલ કરવાની સોપારી લીધી હોય તેમ વારંવાર અધિકારીઓની બેદરકારીને કારણે જીવતા વીજ વાયર ખેડૂતોના તૈયાર થઈ ગયેલા પાક પર પડતા હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ જતો હોય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના રણજીત ગઢ ગામે પ્રકાશમાં આવ્યો છે જેમાં ખેડૂતની વાડી પરથી પસાર થતો જીતો વીજવાયર વાઢવાની અણી પર આવેલા ઘઉં પર પડતા ૨૩ વીઘાના ઘઉં બળીને ખાખ થઇ ગયા હતા જેથી ખેડૂતને અંદાજે રૂપિયા પાંચ લાખનુ નુકસાન થયાનું ખેડૂત દ્વારા જણાવાયુ છે સાથે જ ખેડૂત દ્વારા આ અંગે હળવદ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે

હવે પંથકમાં પીજીવીસીએલના અણધડ વહીવટના કારણે અવારનવાર જીવતા વીજવાયર પડવાને કારણે ખાના ખરાબી સર્જાતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો તાલુકાના રણજીતગઢ ગામે પ્રકાશમાં આવ્યો છે તાલુકાના રણજીતગઢ ગામે રહેતા ખેડૂત કાળુભાઈ મોહનભાઈ ચૌહાણની વાડીમાં 11 કેવીનો જીવતો વીજવાયર તૈયાર થઇ ગયેલા ઘઉં ઉપર પડતા ૨૩ વીઘામાં ઉભા ઘઉં બળીને ખાખ થઇ ગયા હતા જેથી ખેડૂતોને અંદાજે રૂપિયા પાંચ લાખથી વધુનું નુકસાન થયાનુ જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે ખેડૂત દ્વારા હળવદ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી જરૂરી કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે

- text

તેમજ આગની જાણ આજુબાજુના ખેડૂતોને થતા ખેડૂતો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી હાલ તો ખેડૂતને તૈયાર થઈ ગયેલો પાક વિજ તંત્રના પાપે બળીને ખાખ થઈ ગયો છે.

- text