મોરબી : કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગ ચાર દિવસની રિમાન્ડ પર

- text


પોલીસે છેતરપીંડી આચરનાર આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો

મોરબી : મોરબીમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગને આજે પોલીસે ૧૪ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આ ઠગના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં અનેક લોકોને નોકરી અપાવવા, વિદેશ મોકલી આપવા તેમજ સરકારી જમીન પોતાના નામે કરાવી આપવાની લાલચ દઈને રૂ. ૩.૪૬ કરોડનું ફુલેકુ ફેરવનાર અમદાવાદના મુકેશ જેઠા પટેલને એલસીબીએ પકડી પાડ્યો છે. જો કે આ આરોપીએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સાથે મળીને અત્યાર સુધીમાં અનેક ગોરખધંધા કરીને ૪૫ ગુનાઓ આચર્યા હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. ત્યારે વધુ તપાસ અર્થે પોલીસે આ આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આ આરોપીની ચાર દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે.

- text

આગામી તા. ૧૯ સુધી પોલીસ દ્વારા આ ઠગને રિમાન્ડમા લઈને તેણે અગાઉ કેવા કેવા ગુના આચર્યા છે. તેમજ તેની સાથ ગુનામાં સંડોવાયેલ પરિવારના સભ્યો કયા છે તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. તેમ તપાસ અધિકારી એલસીબી પીએસઆઇ વ્યાસે જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text