મોરબીના હેડ કોન્સ્ટેબલને સાયબર કોપ ઓફ ધ મંથનો એવોર્ડ

- text


 

 

મોરબી : મોરબીના હેડ કોન્સ્ટેબલનનું પોલીસ મહાનિર્દેશક દ્વારા સાયબર કોપ ઓફ ધ મંથના એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીનું ગૌરવ વધારનાર આ હેડ કોન્સ્ટેબલ પર ઠેર ઠેર થી શુભકામનાઓ વર્ષી રહી છે.

- text

મોરબી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાભેર ફરજ બજાવતા સંજયકુમાર ઘનશ્યામભાઈ પટેલને સાયબર ક્રાઈમ ક્ષેત્રમાં જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ક્રાઈમ ડિટેક્શન, પ્રિવેંશન અને અવેરનેસની શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝા દ્વારા સાયબર કોપ ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સંજયકુમાર પટેલે પોતાની સૂઝબૂઝથી અદ્વિતિય કામગીરી કરી આ એવોર્ડ મેળવીને સમગ્ર મોરબી જિલ્લાની પોલીસનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text