મોરબી : તરુણીઓ અને મહિલાઓ માટે સ્વરક્ષણની ફ્રી તાલીમનું આયોજન

- text


મહિલા સશક્તિકરણની દિશામાં વિનય કરાટે એકેડમીનું આવકારદાયી કદમ : જુડો કરાટે સહિતની સ્વરક્ષણની સઘન તાલીમ અપાશે

મોરબી: શાળા તથા નોકરી તેમજ કામના સ્થળે તરુણીથી માંડીને મહિલાઓ છેડતી કે સતામણીનો ભોગ બનતી હોય છે. આવા કિસ્સાઓમાં તરુણી અને મહિલાઓ સુરક્ષિત વાતાવરણનો અહેસાસ કરી શકે તે માટે તેમને રવરક્ષણની તાલીમ મેળવી આવશ્યક છે
ત્યારે મોરબીમાં વિનય કરાટે એકેડેમીએ મહિલા સશક્તિકરણની દિશમાં આવકારદાયી કદમ ઉઠાવ્યું છે.અને તારીખ 17 માર્ચથી 12 મે દરમિયાન દર શનિવારે તથા રવિવારે વિનામૂલ્યે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ 12 વર્ષથી ઉપરની કોઈ પણ મહિલા લઇ શકે છે.

આધુનિક સમયમાં સ્ત્રી આત્મનિર્ભર તથા સ્વબચાવ કરી શકે તે માટે મોરબીમાં સૌ પ્રથમ વખત વુમન પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન તારીખ 17 માર્ચથી 12 મે દરમિયાન દર શનિવારે સાંજે 4:45થી 6:15 તથા દર રવિવારે સવારે 9:30થી 11:00 સુધી નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગનો લાભ 12 વર્ષથી ઉપરની કોઈ પણ મહિલા લઇ શકે છે. આ ટ્રેનિંગનો લાભ લેવા માટે 9586282527 પર લાભાર્થીનું આખું નામ, ઉમર તથા વ્હોટસએપ નંબર મોકલવા તથા વધુ માહિતી માટે 9409663627 નંબર પર સંપર્ક સાધવા જણાવાયું છે. સ્ત્રીઓને આજના આધુનિક સમયમાં પણ પુરુષો કરતા નબળી માનવામાં આવે છે, મહિલાઓ પર થતા અત્યાચાર, અસલામતી તથા અસામાજિક તત્વોથી સ્વબળે બચી શકે તે માટે તથા નિર્ભયતાથી જીવન જીવી શકે તે માટે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્વરક્ષણ તાલીમમાં મીડિયા પાર્ટનર તરીકે મોરબી અપડેટ અને સ્થળ પાર્ટનર તરીકે મોરબીની નીલકંઠ વિધાલય જોડાય છે.વિનય કરાટે એકેડમીના વાલજી ડાભી અભિનેતા અક્ષય કુમાર દ્વારા મહિલાઓને આપતી રવરક્ષણની તાલીમથી પ્રોત્સાહિત થઈને મોરબીમાં પણ મહિલાઓ સ્વબચાવ કરી શકે તે માટે આ સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન કર્યું છે.જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ટ્રેનરો જુડો કરાટે સહિતની તાલીમ આપશે.તેથી મોટી સખ્યામાં તરુણી અને મહિલાઓને આ રવરક્ષણ તાલીમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text