મોરબીમાં હટાણુ કરવા આવેલી લીલાપરની પરણીતા પુત્રી સાથે ગુમ

- text


મોરબી : મોરબીના હટાણુ કરવા આવેલી લીલાપર ગામની પરણીતા તાની ત્રણ વર્ષની પુત્રી સાથે અચાનક ગુમ થઈ જતા તેના પતિએ આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકે પોતાની પત્ની અને પુત્રીની ગુમસુદા નોધાવી છે.જેના આધારે પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા ત્રિભોવનભાઈ હંસરાજભાઈ સોલંકીએ પોતાની પત્ની અને પુત્રી ગુમ થયાની એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરાત કરી હતી.જેમાં જણાવ્યા મુજબ તેમના પત્ની ભાવના બેન ઉ.વ.26 તેમની ત્રણ વર્ષની પુત્રી માહીને લઈને કાકીજી સાસુ ભાવનાબેન ડાયાભાઈ સાથે ગતતા 2 ના રોજ સવારના દશ વાગ્યે મોરબીમાં હટાંણુ કરવા આવ્યા હતા.દરમ્યાન બપોરના બાર વાગ્યે મોરબીના શાક માર્કેટથી કામકાજ પૂરું કરી ઘરે પહોંચ્યા ન હતા. પત્ની અને પુત્રી મોરબીથી સમયસર ઘરે ન પહોંચતા ચિંતાતુર થયેલા તેના પતિ સહિતના પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ બન્ને માતા પુત્રીનો પતો ન લાગતા અંતે તેમના પતિએ પોલીસમાં ગુમસુદા નોધાવી છે.જેના આધારે પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text