મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી

- text


વિજ્ઞાનને લગતા નાટક, નૃત્ય તેમજ સંગીત રજૂ કરાયા : બાળકોએ તૈયાર કરેલ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન પણ યોજાયું

મોરબી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કુલમાં વિજ્ઞાન, વૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિક સંસોધનોને સમર્પિત ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાનને લગતા નાટક, નૃત્ય તેમજ સંગીત રજૂ કરવામાં આવ્યા હતા. સાથે બાળકોએ તૈયાર કરેલ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને શાળાના વિજ્ઞાન વિભાગ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના આકર્ષણના ભાગરૂપે વિજ્ઞાનને લગતું સંગીત, સમૂહ નૃત્ય અને નાટક રજુ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની આપણા જીવનમાં આવશ્યકતા અને ઉપયોગીતા ઉપર સુંદર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું.

- text

આ સિવાય વિજ્ઞાન વિભાગ દ્વારા શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષિકા મેઘા દયાનીના માર્ગદશન હેઠળ વિદ્યાર્થીઓએ સ્વયં બનાવેલા વિજ્ઞાનના વિવિધ વર્કિંગ મોડેલ અને રોબોટીક્સનું ખાસ પ્રદર્શન યોજવામાં આવ્યું, જેને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હોશે હોશે માણ્યું હતું.પ્રવૃત્તિ આધારિત શિક્ષણ ચલાવતી મોરબી ખાતેની વિનય ઇન્ટરનેશનલ સ્કુલ આવી જ રીતે કઈક નવા વિચારો અને અભિગમથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેશે એવું શાળાના આચાર્યા સુનીતા સિંહે જણાવ્યુ હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text