મોરબી : સિંચાઈ કૌભાંડના આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી

- text


જામીન અરજી કરનારા બે આરોપી છે જેલમાં, જ્યારે એકે કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર

મોરબી : મોરબી જીલ્લાના ચકચારી નાની સિંચાઈ કોભાંડમાં જેલમાં બંધ બે આરોપીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જેલમાં બંધ બે આરોપીઓની જામીન અરજી તેમજ એક આરોપીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

- text

મોરબી જીલ્લાના ચકચારી નાની સિંચાઈ કોભાંડમાં આરોપી નિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, રાજકોટના રહેવાસી ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ તેમજ હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને વકીલ ભરત ગણેશીયા એમ છ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેસ ચાલી રહ્યો છે. જેમાં અગાઉ મંડળીના આગેવાન ગણપત રાઠોડ અને વકીલ ભરત ગણેશીયાને જામીન મળી ચુક્યા છે. જ્યારે ધારાસભ્ય પરષોતમ સાબરીયાને વિધાનસભા સત્રમાં હાજરીને પગલે વચગાળાના જામીન મળ્યા છે. ત્યારે આજે જેલમાં બંધ ચૈતન્ય પંડ્યા અને ભરત રાઠોડે જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. તેમજ અન્ય આરોપી પુના દેવા રાઠોડે આગોતરા જામીન અરજી કરી હતી જેને પણ કોર્ટે ફગાવી દીધી છે.

- text