મોરબીના બોક્ષ સ્ટ્રેપર્સ એસો.એ શહીદોના પરિવારો માટે રૂ. ૫.૭૩ લાખનો ફાળો એકત્ર કર્યો

- text


 

એસો.ના પ્રતિનિધિઓ શહીદોના પરિવારોની ઘરે જઈને હાથો હાથ સહાય અર્પણ કરશે

મોરબી : મોરબીવાસીઓ શહીદોના પરિવારો માટે સહાયનો ધોધ વરસાવી રહ્યા છે. ત્યારે બોક્ષ સ્ટ્રેપર્સ એસોસીએશને પણ શહીદોના પરિવારોની વ્હારે આવીને રૂ. ૫.૭૩ લાખનો ફાળો એકત્ર કર્યો છે. આ ફાળાની રકમ તેઓ શહીદોના પરિવારોની ઘરે જઈને હાથો હાથ આપશે.

- text

કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે મોરબીથી કરોડો રૂપિયાની સહાયની જાહેરાતો થઈ રહી છે. ત્યારે મોરબીના બોક્ષ સ્ટ્રેપર્સ એસોસીએશને પણ લજાઈ ખાતે ક્લબ-૩૬ મા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભ્યોએ સાથે મળી રૂ. ૫,૭૩,૦૫૫નો ફાળો એકત્ર કરેલ છે અને તમામ સભ્યોએ એવું નક્કી કર્યું છે કે કોઈ પણ એક કે બે શહીદવીરના ઘરે રૂબરૂ જઈ હાથોહાથ સહાય અર્પણ કરી શહીદ પરિવારના દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયત્ન કરવામાં આવશે.

- text