મિત્રોનો સંગાથ, માતા પિતાનો સ્નેહ અને સમાજ સેવા એટલે વેલેન્ટાઈન ડે !

- text


મિત્રોનો સંગાથ, માતા પિતાનો સ્નેહ અને સમાજ સેવા એટલે વેલેન્ટાઈન ડે !

મોરબીના યંગસ્ટર અને કોલેજીયનનો વેલેન્ટાઈન ડે વિશે અલગ જ નજરીયો : જાણો કેવી છે મોરબીવાસીઓની પ્રેમની વ્યાખ્યા

મોરબી : આજે વેલેન્ટાઈન ડે ! યુવા હૈયાઓનો સ્પેશિયલ દિવસ…સામાન્ય રીતે પ્રેમની અભિવ્યક્તિ કરવાના ખાસ દિવસ તરીકે જોવાતા વેલેન્ટાઇન ડે નિમિત્તે આજે ‘મોરબી અપડેટ’ ટીમ દ્વારા મોરબીવાસીઓ પ્રેમની કેવી વ્યાખ્યા કરે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રેમની અલગ-અલગ વ્યાખ્યાઓ યુવાઓએ આપી હતી. આ સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી વિશે જ્યારે પૂછવામાં આવ્યું હતું. ત્યારે યુવાઓ તરફથી એક જ સુર ઉઠ્યો હતો કે વેલેન્ટાઇન ડે પ્રેમી અને પ્રેમિકા માટે જ નથી, સામાજિક કાર્યો કરીને આ દિવસની ઉમંગ સાથે ઉજવણી કરી શકાય છે.

અંકિત બરાસરાએ પ્રેમની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે પ્રેમ એટલે પિતાનો સહકાર, માતાની કાળજી અને મિત્રોનો સાથ. તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી વિશે કહ્યું કે મિત્રોની મદદ કરીને અથવા મિત્રો સાથે સમય ગાળીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવી શ્રેષ્ઠ રહેશે.

મિત નાયકપુરાએ પ્રેમની વ્યાખ્યા આપતા જણાવ્યું કે છોકરા- છોકરી વચ્ચે જે હોય તે જ માત્ર પ્રેમ નથી. માતા- પુત્ર, પિતા- પુત્ર, ભાઈ- બહેન વચ્ચે પણ પ્રેમ છે. જે પિતાએ પોતાની જિંદગી ગરીબીમાં વિતાવી હોય, તે પિતા પોતાનો પુત્ર લાઈફને બરાબર એન્જોય કરી શકે તેવા પ્રયત્ન કરે છે. તે પિતાનો પ્રેમ છે. માતા પોતાના પુત્ર કે પુત્રીને ભાવતું ભોજન જ બનાવે છે તે માતાનો પ્રેમ છે. વધુમાં તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી વિશે કહ્યું કે આ દિવસને સામાજિક કાર્યો કરીને, જરૂરિયાતમંદોની મદદ કરીને ઉજવી શકાય છે.

પ્રિયંકા કડેચાએ પ્રેમની વ્યાખ્યા આપતા કહ્યુ કે સ્વતંત્રતા અને વિશ્વાસ પ્રેમની નિશાની છે. રૂપ, રંગ અને ભેદભાવ જેને અસર ન કરે તે પ્રેમ છે. જેના જીવનમાં પ્રેમ છે તેનું જીવન શ્રેષ્ઠ છે. જેના જીવનમાં પ્રેમ નથી. તેના જીવનમાં કાઈજ નથી. વધૂમાં તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી વિશે કહ્યું કે વેલેન્ટાઇન ડે મનગમતી વ્યક્તિઓ સાથે ઉજવણી કરવાનો દિવસ છે. જેથી અમે બહેનપણીઓ સાથે સમય પસાર કરીને એન્જોય કરશું.

જાનવી ઠાકરે પ્રેમની વ્યાખ્યા આપતા કહ્યુ કે ભાઈ- બહેન, માતા- પિતા, દાદા- પૌત્ર આ તમામ સંબંધો વચ્ચે જે આદર, સત્કાર અને પોતાનાપણુ છે તે પ્રેમ છે. વધુમાં તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી વિશે કહ્યું કે સોશ્યલ એક્ટિવિટી કરીને આ દિવસને ઉજવવો જોઈએ. અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં જઈ સમય વિતાવીને આ દિવસની ઉજવણી કરી શકાય છે.

દિશા રવેશિયાએ પ્રેમની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે પરિવારના દરેક સભ્યોને કોઈ મુશ્કેલી ન પડે, દરેકની જિણવટ ભરી આપણે કાળજી રાખીએ છીએ તે પ્રેમ છે. પ્રેમ એવી અનુભૂતિ છે કે જે મળે તો જીવન તરી જાય છે. ન મળે તો જીવન એળે જાય છે. વધુમાં તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી વિશે કહ્યું કે આ દિવસે તેઓની બહેનપણીઓનું ગ્રૂપ સાથે સમય વિતાવીને સેલિબ્રેટ કરશે.

ખુશ્બૂ પંડિતે પ્રેમની વ્યાખ્યા આપતા જણાવ્યું કે માતા તેના સંતાનને જોયા વગર જ જ્યારથી તે પેટમાં છે ત્યારથી પ્રેમ કરે છે. તે સાચો પ્રેમ છે. આજે આપણે જ્યા ક્યાય પણ છીએ તે આપણી ફેમેલીના કારણે છીએ. માટે સૌપ્રથમ પ્રેમએ આપણી ફેમેલી જ છે. વધુમાં તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી વિશે કહ્યું કે આ દિવસે પેરેન્ટ્સને આવી સારી લાઈફ આપવા બદલ થેન્કયુ કહી શકાય છે. સાથે અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં પણ આ દિવસ ઉજવી શકાય છે.

- text

ધનેશ્રી વિરાણીએ પ્રેમની વ્યાખ્યા આપતા કહ્યું કે માતા- પિતાનો પ્રેમએ સૌથી પહેલો પ્રેમ છે. માતા- પિતાનો આદરએ પુત્રનો પ્રેમ છે. વધુમાં તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી સંદર્ભે જણાવ્યું કે આ દિવસને મિત્ર કે ફેમેલી સાથે સેલિબ્રેટ કરી શકાય છે.

શ્રુતિ આસોડિયાએ પ્રેમની વ્યાખ્યા આપતા કહ્યું કે પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી. માતા- પિતા અને સંતાન, ભાઈ અને બહેન વચ્ચે જે સંબંધ છે તે પ્રેમ છે. ઉપરાંત પ્રેમ પોતાની જાત સાથે પણ કરી શકાય છે. વધુમાં તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી અંગે કહ્યું કે વેલેન્ટાઇન ડે કપલ જ ઉજવી શકે તેવું નથી. આ દિવસને પેરેન્ટ્સ સાથે કે મિત્ર સાથે પણ ઉજવી શકાય છે.

હેમલ દવેએ પ્રેમની વ્યાખ્યા આપતા જણાવ્યું કે પ્રેમ એટલે એકબીજાને જાણવા, સમજવા. જો પ્રેમ હોય તો જ એકબીજા સાથે તાલમેલથી જીવી શકાય છે. તેઓએ વેલેન્ટાઇન ડેની ઊજવણી સંદર્ભે જણાવ્યું હતું કે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમા તેમજ બધા સાથે હળીમળીને વેલેન્ટાઇન ડેને ઉજવી શકાય છે.

માલતીબેન સોનીએ પ્રેમની વ્યાખ્યા આપતા કહ્યું કે હૂંફ અને લાગણી એ પ્રેમ છે. તમે જ્યારે કોઈ વ્યક્તિને જોવો અને તમને કઇક અલગ અનુભૂતિ થાય તે પ્રેમ છે. તેઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી સંદર્ભે કહ્યું કે તેઓએ ૨૦ વર્ષ પૂર્વે લવ મેરેજ કર્યા હતા. તેઓ તેમના પતિને જ્યા પ્રથમ વખત મળ્યા હતા. તે સ્થળે તેઓ દર વર્ષે વેલેન્ટાઇન ડે ઉજવે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text