ટંકારામા રોમિયાઓનો ત્રાસ : પોલીસ કાર્યવાહીની માંગ

- text


શાળા- કોલેજમાં છૂટતી બહેનોની પજવણી કરતા ધૂમબાઈક ચાલકો : શનિવારી બજારમા પણ આવારા તત્વો બેફામ

ટંકારા: ટંકારામા છેલ્લા કેટલાક સમયથી ઓરપેટ એમ. પી. દોશી, એમ. ડી. કોલેજ અને શાળામાં અભ્યાસ માટે અપ ડાઉન કરતી છાત્રાઓને રોમિયાઓ પજવણી કરી અને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ મળી રહી છે. ત્યારે ટંકારા પોલીસ ખાનગી રાહે આવા આશીકોના પ્રેમનું ભૂત ઉતારી સરખો પાઠ ભણાવે તેવી માંગ ઉઠી રહી છે.

પાનના ગાલે અડિંગો જમાવીને બેઠેલા કેટલાક રોડ સાઈડ મજનૂઓ તેમજ ધૂમબાઈક ચાલકો વિદ્યાર્થીનીઓના છૂટવાના સમયે આવે છે અને બાજુમાંથી પસાર થાય છે. અને સીધી કે આડકતરી રીતે વિદ્યાર્થીઓની પજવણી કરી તેને પરેશાન કરતા હોય છે. આ સાથે ટંકારામાં દર શનિવારે બજાર ભરાય છે તેમાં પણ આવા એક તરફી આશિકો ભીડનો લાભ લઈને બહેનોની છેડતી કરતા હોય છે. જો ટંકારાના દયાનંદ સરસ્વતી ચોક ખાતેનું જૂનું પોલીસ મથક ફરીથી શરુ થઇ જાય તો ઘણી રાહત રહે તેમ સ્થાનિકોનું કહેવું છે. સાથે સ્થાનિકોએ માંગ પણ ઉઠાવી છે કે આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text