મોટા દહીંસરાની પી.એચ.કોટેચા પ્રા. શાળામાં લાઈફ સંસ્થા દ્વારા પ્રતિભાશોધ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: મોટા દહીંસરાની પી. એચ. કોટેચા કન્યા-કુમાર પ્રાથમિક શાળામાં ગઈકાલે મંગળવારે રાજકોટની લાઈફ સંસ્થા દ્વારા પ્રતિભાશોધ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં વક્તૃત્વ, ગાયન, ડાન્સ, ચિત્ર વગેરે જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.

વક્તૃત્વ સ્પર્ધામાં મોબાઈલના ફાયદા અને નુકસાન, દાતાનું દાન, 150 વર્ષ બાદ આજના ગાંધીજી, મારા સ્વપ્નનું ભારત વગેરે જેવા વિષયો પર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત બીજી સ્પર્ધાઓમાં 70 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બધી જ સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને રાજકોટ ખાતે સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો આપવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાઈફ સંસ્થામાથી વાઘેલાભાઇ, ગઢવીભાઈ, પ્રકાશભાઈ આવ્યા હતા અને માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text