વાંકાનેર પંથકમાંથી આર.આર.સેલે વધુ ૫૦ લાખના દારૂનો જથ્થો ઝડપી પાડયો

- text


વાંકાનેર : રાજકોટ રેન્જમાં બૂટલેગરો સામે બાંયો ચઢાવતા આર.આર.સેલના એમ.પી.વાળા : અંદાજિત ૫૦ લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપી પાડ્યો : રાજકોટ આર.આર.સેલની સફળ કામગીરી

રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહની સૂચનાથી આર.આર.સેલ. પીએસઆઇ એમ.પી. વાળા, રામભાઈ મઢ, રસિકભાઈ પટેલ, સુરેશભાઈ હુંબલ, કૌશિકભાઇ મણવર, શિવરાજભાઈ ખાચર તેમજ સંતોષભાઈ ગતરાત્રીના વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલનાકા પાસે એક ગેરકાયદેસર અંગ્રેજી દારૂનો ટ્રક પસાર થતો હોવાની બાતમી મળતાં વાહન ચેકિંગ હાથ ધરેલ જેમાં બાતમી વાળો ટ્રક પસાર થતાં તેને રોકી તલાસી લેતા અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવેલ. આ ટ્રક કર્ણાટક પાર્સિંગનો KA-52-9726 ના ચાલક આરોપી મહેન્દ્ર યાદવ મૂળ યુપી હાલ મુંબઈ મહારાષ્ટ્ર વાળાને ઝડપી પાડી આ માલ કોને મોકલેલ છે અને ક્યાં આપવાનો હતો તે બાબતની વધુ તપાસ હાથ ધરેલ છે.

- text

હાલ આ ટ્રકને વાંકાનેર સીપીઆઈ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ છે અને તેમાં રહેલ દારૂની બોટલની ગણતરી ચાલુ છે તેમજ આ ટ્રકમાં અંદાજીત ૧૨ હજાર બોટલો હોવાની શક્યતા છે. ટ્રક અને બોટલો મળી કુલ મુદ્દામાલ ૫૦ લાખનો હોવાનો અંદાજ છે.

- text