મિતાણા નજીક કાર ઓવરબ્રિજમાં ઘુસી જતા પતિનું મોત : પત્ની ગંભીર

- text


મંદગતિએ ચાલતા ઓવરબ્રિજના કામે વધુ એકનો ભોગ લીધો

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે પર મંદગતિએ ચાલતા ઓવરબ્રિજના કામે વધુ એકનો ભોગ લીધો છે. મિતાણા નજીક કાર ઓવરબ્રિજમાં ઘુસી જતા દંપતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમાંથી સારવાર મળે તે પૂર્વે જ પતિએ દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ આજે ઢળતી સાંજના ટાકણે ટંકારાના મિતાણા ગામ પાસે રાજકોટ- મોરબી રોડ પર બનતા ઓવરબ્રિજમા કાર ધડાકા ભેર અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા મોરબીના દંપતિ અમરશીભાઈ દેવજીભાઈ ચાવડા અને ગીતાબેન અમરશીભાઈ ચાવડાને ગંભીર ઇજા પહોંચી હતું. જેથી તેઓને ટંકારા ૧૦૮ ઇમરજન્સીના પાયલોટ સલીમભાઈ અને ડો. રૂબિયા કુરેશીએ ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક સારવાર આપી મોરબી સિવિલ હોસ્પિટલમાં વઘુ સારવાર અર્થે ખસેડયા હતા.

સારવાર કારગત નિવડેએ પહેલા દંપતિ ખંડીત થયુ હતું.જેમા અમરશીભાઇનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ગીતાબેનની હાલત અત્યંત ગંભીર હોવાથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ દંપતિએ પહેરેલા સોનાના બ્રેસલેટ, વિટી, લક્કી, વોચ અને સાંકળા ઉપરાંત પૈસા ભરેલુ પર્સ ૧૦૮ની ટીમે તેઓના પરિવારને પરત કર્યું હતું.

- text

- text