આજે મોરબી પાલિકાના જનરલ બોર્ડ પૂર્વે જ ભાજપે ખેલ પાડ્યો : કમિટી રચના સામે સ્ટે

- text


જુદી – જુદી સમિતિની રચના અને સ્થાનિક સંસ્થામાં સભ્યોની નિમણુંક અંગે પ્રાદેશિક કમિશનરનો રૂકજાવોનો આદેશ

મોરબી : કોંગ્રેસ શાસિત નગર પાલિકામાં આજે મળનારી સામાન્ય સભામાં જુદી – જુદી કમિટીની રચના થાય તે પૂર્વે જ ભાજપે ખેલ પાડી દઈ પ્રાદેશિક કમિશનર કચેરીમાંથી કામચલાઉ મનાઈ હુકમ લાવતા પ્રમુખની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.

કોંગ્રેસ નેતૃત્વ વાળી મોરબી પાલિકામાં છેલ્લા વર્ષોમાં ન જોયા હોય તેવા રાજકીય કાવા દાવા વચ્ચે વધુ એક વખત ભાજપે ફટકાર લગાવી છે જેમાં આજે મળનારી જનરલ બોર્ડ બેઠકમાં જુદી – જુદી કમિટીની રચના અને સ્થાનિક સંસ્થાઓમાં પ્રતિનિધિઓની નિમણુંક મામલે ભાજપના સદસ્ય ભાવેશ કણઝારીયા પ્રાદેશિક નગર પાલિકા કમિશનર કચેરી સમક્ષ ઉપરોક્ત બન્ને એજન્ડા રદ કરાવવા કાનૂની દાવ ખેલ્યો હતો.

- text

જેમાં પ્રાદેશિક નગર પાલિકા કમિશનર દ્વારા ટૂંકા ગાળામાં નિર્ણય કરી ભાજપને ફાયદો થાય તે રીતે કમિટી રચના અને સંસ્થામાં પ્રતિનિધિ નિમણુંક અંગે કામચલાઉ મનાઈ હુકમ ફરમાવતા આજે મળનારી બોર્ડ બેઠકમાં પાલિકાના સતાધીશો કોઈ નિર્ણય નહિ લઈ શકે.

ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળવા છતાં ભાજપ દ્વારા અગાઉ બળવાખોરોને ટેકો આપી કોંગ્રેસ પાસેથી સતા ઝૂંટવી લીધા બાદ કમિટીમાં પણ પોતાના સભ્યો ગોઠવી દીધા હતા અને હવે જૂની કમિટી બરખાસ્ત કરી નવી કમિટી રચવા પ્રમુખે નિર્ણય કરતા ભાજપે ફરી એક વાર કોંગ્રેસને ઊંઘતી ઝડપી લઈ ખેલ પાડી દેતા લોકશાહીમાં પ્રજામત હાસ્યાસ્પદ બન્યો હોવાનું ફલિત થયું છે.

 

- text