મોરબીના નવયુગ સંકુલમાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી

- text


મોરબી : મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ૭૦મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે વાર્ષિક ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો પણ યોજવમાં આવ્યા હતા.

મોરબીના વિરપરમા આવેલા નવયુગ શૈક્ષણિક સંકુલમાં ૭૦મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એનસીસી કેડેટ્સે વિધિવત પરેડ રજૂ કરી હતી. આ તકે નાયિક સુબેદાર ધનજીએ ધ્વજવંદન કર્યું હતું. બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

- text

 

- text